અમદાવાદના નારણપુરામાંથી SOGએ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં એલીફંટા સોસાયટીના 14 માળે SOGએ દરોડા પાડ્યા હતા. SOG એ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. કુલ 7 આરોપી સામે ફરિયાદ, 5 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. SOGની ટીમે નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14માં માળેથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. SOGએ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. સમગ્ર મામલે કુલ 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના નારણપુરામાંથી MD ડ્રગ્સ ઝડપાયું
- SOGએ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
- એલીફંટા સોસાયટીના 14 માળે SOGના દરોડા
- આરોપી જીજ્ઞેશ પંડ્યાના ઘરેથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
- કુલ 7 આરોપી સામે ફરિયાદ, 5 શખ્સની ધરપકડ
ગુજરાતમાં દર આડે દિવસે ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફૂટી નીકળ્યા છે. SOGની ટીમે નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14માં માળેથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. SOGએ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. સમગ્ર મામલે કુલ 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના બમરોલી રોડ પર હોટલમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું
અગાઉ સુરતના બમરોલી રોડ ઉપર આવેલ હોટલમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી એક ઇસમ MD ડ્રગ્સના જત્થા સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી 2.57 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરી આ મામલે ખટોદરા પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, સુરતના પાંડેસરા બમરોલી રોડ પર આવેલી ગેલેક્સી હોટલમાં LCB ઝોન 4ની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ હોટેલની રૂમમાં એક વ્યકતી રોકાયેલો હતો અને તે લોકલ હોવાથી પોલીસને શંકા ગયી હતી અને તેને રૂમમાંથી બોલાવીને તપાસ કરતા તેની પાસેથી 25,700 રૂપિયાની કિમંતનું 2.57 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીનું નામ દાનિશ હારૂનભાઇ કુરેશી છે તે વરાછા લંબેહનુમાન રોડ ખાતે રહે છે.