23.7 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.7 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: પીડિતાની વય નક્કી કરવામાં મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ વધુ મજબૂત પુરાવો : કોર્ટ

Ahmedabad: પીડિતાની વય નક્કી કરવામાં મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ વધુ મજબૂત પુરાવો : કોર્ટ


જન્મના પુરાવા અને પોક્સોના કેસમાં પીડિતાની ઉમંર નક્કી કરવામાં જન્મના દાખલા કરતાં મેટ્રિકયુલેશન સર્ટિફ્કિેટનો પુરાવો વધુ મજબૂત અથવા તો મૂલ્યવાન ગણાય એમ ભદ્ર સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ અસ્મિકાબેન બી. ભટ્ટએ જન્મ અંગેના પુરાવાને લઇ ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતા ચુકાદો આપતાં ઠરાવ્યું હતું.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ-94 મુજબ, વ્યકિતની ઉમંર નક્કી કરવા માટે સ્કૂલમાંથી અપાયેલો જન્મનો દાખલો અને જે પરીક્ષા બોર્ડમાંથી મેટ્રિકયુલેશન સર્ટિફ્કિેટ મેળવાયું હોય તે સર્ટિફ્કિેટ ધ્યાને લેવાનો રહે છે.

સગીરાને લલચાવી ફેસલાવી અપહરણ કરી જવાના પોક્સોના એક કેસમાં આરોપીની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમ્યાન જન્મના પુરાવાને લઇ કાયદાકીય મુદ્દો ઉપસ્થિત થયો હતો. પીડિતાના પિતા દ્વારા પોતાની પુત્રીનો જન્મનો દાખલો રજૂ કરી દાવો કર્યો હતો કે, તેમની પુત્રીની જન્મ તારીખ તા.11-2-2007ની છે અને તેથી તે સગીરા છે આરોપી દ્વારા પુરાવારૂપે પીડિતાનું ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડનું મેટ્રિકયુલેશન સર્ટિફ્કિેટ, એડમીશન ફોર્મ અને આધાર કાર્ડના પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, પીડિતાની સાચી જન્મ તારીખ તા.11-2-2006 છે અન તેથી તે સગીરા નથી, તે પુખ્ત છે અને તે 18 વર્ષની વધુ વયની હોઇ તેણે તેની સાથે રાજીખુશીથી અને તેની મરજીથી કાયદેસર લગ્ન પણ કર્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય