29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
29 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabad: એક હજાર કરોડથી વધુ રકમના ફેઝ- 2ના DPR માટે સરકારની મંજૂરી

Ahmedabad: એક હજાર કરોડથી વધુ રકમના ફેઝ- 2ના DPR માટે સરકારની મંજૂરી


AMC દ્વારા કુલ રૂ. 2,598 કરોડ, 55 લાખના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ, ગોતા- ગોધાવી કેનાલ પ્રોજેક્ટ, ચંદ્રભાગા નાળું ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. AMC દ્વારા રૂ. 1,003 કરોડથી વધુના ખર્ચે ફેઝ- 2ની કામગીરી હાથ ધરવા માટેનો DPR તૈયાર કરાયો છે અને સરકારની મંજૂરી માટે સુપરત કરાયો છે.

રાજ્ય સરકારની મંજૂરી મળતાં જ આ હેતુસર ટેન્ડર બહાર પાડીને આગામી સમયમાં ખારીકટ કેનાલના ફેઝ- 2 અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવશે. AMC દ્વારા ચંદ્રભાગા નાળું ડેવલપ કરવા માટે કુલ રૂ. 272 કરોડ, 11 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ માટેના ટેન્ડર ઈન્વાઈટ કરાયા છે અને બે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં છે. ચંદ્રભાગા નાળા અંતર્ગત પ્રબોધ રાવલ બ્રિજથી સાબરમતી નદી સુધીના રૂ. 72 કરોડ, 50 લાખના પ્રોજેક્ટની કામગીરીમાં 75 ટકા પ્રગતિ થઈ છે. શહેરમાંથી પસાર થતા નાળાને કવર કરીને એટલેકે ઢાંકી દઈને શહેરના નાળા મુક્ત બનાવવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા રૂ. 1,191.39 કરોડના ખારીકટ કેનાલના પ્રથમ ફેઝની કામગીરીમાં 48 ટકા પ્રગતિ નોંધાઈ છે. જેના પરિણામે ખારીકટ કેનાલ નરોડા, નોબલનગર, ઓઢવ, નિકોલ, કૃષ્ણનગર, ઠક્કર બાપાનગર, વિરાટનગર, અર્બુદાનગર, ઇન્દ્રપુરી જેવા વોર્ડ માંથી પસાર થાય છે. સદર નાળુ બોક્ષ ડ્રેઇન કરવાથી સદર હુ વિસ્તારને અવર જવર માટે રોડની એક વધુ સુવિધા ઉપલ્બધ થશે. કેનાલની આસપાસનાં વિસ્તારમાં રહીસોને સુખાકારી વધારો થશે. ખારીકટ કેનાલના ફેઝ-2નો રૂ.1,003.08 કરોડના DPR માટે સરકારની મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારપછી કામગીરી હાથ ધરાયા પછી નરોડા, ધોડાસર, વટવા, વિઝોલ વિસ્તાર જેવા વોર્ડ માંથી પસાર થાય છે. સદર નાળુ બોક્ષ ડ્રેઇન કરવાથી સદરહુ વિસ્તારને અવર જવર માટે રોડની એક વધુ સુવિધા ઉપલ્બધ થશે. કેનાલની આસપાસનાં વિસ્તારમાં રહીસોને સુખાકારી વધારો થશે. AMC દ્વારા રૂ. 131.97 કરોડના ખર્ચે નિલગિરી સર્કલથી ગોતા- ગોધાવી કેનાલ (તુલિપ વિલેજ)ના ચાલી રહેલા પ્રોજેક્ટમાં 45 ટકા કામ પૂરૂં થયું છે. તેમણે કહ્યું કે, AMC દ્વારા રૂ. 272 કરોડ, 11 લાખના ખર્ચે ચંદ્રભાગા નાળું ડેવલપ કરવામાં આવી રહ્યું છે ચંદ્રભાગા નાળાની કામગીરી પૂરી થયા પછી સાબરમતી, ચાદખેડા, વાડજ, સ્ટેડીયમ વોર્ડ કેનાલની આસપાસનાં વિસ્તારમાં રહીશોની સુખાકારી વધારો થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય