ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિક્શ્ચિયનની સામે અમદાવાદ સિટી સિવિલ કોર્ટેના જજ જે.એલ. ચોવટીયાએ વધુ એક એફઆઈઆર દાખલ કરવા માટે હુકમ કર્યો છે.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ શાહવાડીમાં આવેલ આશરે રૂ.200 કરોડથી વધુની જમીનમાં ગેરકાયેસર રીતે હુકમ કરીને દરખાસ્ત રજૂ કરી હતી.જેમાં કોર્ટે અરજદાર વિન્સેન્ટ ઓલીવર કોર્પેન્ટરને રૂ.50 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટ નોંધ્યુ હતુ કે, મોરિસ સેમ્યુઅલ ક્રિક્શ્ચિયનએ ફ્રોડ કૃત્યની કન્ટીન્યુટીમાં દલીલો કરી છેતરપીંડીની કાર્યવાહી ચાલુ રાખી. ફ્રોડ કાર્યવાહીના આધારે ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરી મોરીસ સેમ્યુઅલ અને તેની સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે રજિસ્ટ્રારને હુકમ કરવામાં આવે છે. કોર્ટના ચુકાદાની નકલ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ વિભાગ, ગૃહવિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશરને મોકલી આપવાની રહેશે. સિવિલ કોર્ટમાં એએમસીના સીનીયર એડવોકેટ હરેશ શાહે જણાવ્યુ હતુ કે, સરકારે સંપાદન કરેલ જમીન સંદર્ભે કયારેય આર્બિટ્રેશન માટેનું એગ્રીમેન્ટ સરકાર અને પ્રાઈવેટ વ્યકિત વચ્ચેનું હોઈ શકે નહીં. આ સંપાદન થયેલ મિલકતમાં કયારેય આર્બિટ્રેટરને કોઈપણ પ્રકારની સત્તા હોઈ શકે નહીં.
એએમસીની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવત્રુ રચીને ફ્રોડ એવોર્ડ ઉભો કરાયો હતો. આ ફ્રોડ એવોર્ડ હુકમ બનાવવા માટે મોરીસે આર્બિટ્રેટર- તરીકે નિમવામાં આવેલ ન હોવા છતા પોતે કોર્ટ બનાવી હતી.