NICના સર્વરમાં ખામી સર્જાતા ગત ગુરુવારથી સર્વર ઠપ થઇ ગયું હતું. જેના લીધે ગુરુવારથી શનિવાર સુધીની વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટની અંદાજે 15 હજાર એપોઇન્ટમેન્ટ રિશિડયુઅલ કરી દેવાઈ હતી, પરંતુ શનિવારે સર્વર શરૂ થઇ જતા કેટલાકના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયા હતાં.
હવે અમદાવાદ આરટીઓએ સત્તાવાર જાહેરાત કરી છે કે, સર્વરની સમસ્યા દૂર થઈ ગઈ છે. સોમવારથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. રિશિડયુઅલ કરાયેલી એપોઇન્ટમેન્ટ મુજબ જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. વાહનના ટ્રાન્સફર અને કાચું લાઇસન્સ રીન્યુની ઓનલાઇન કામગીરી પણ થઇ શકે છે.પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, સિક્યોરિટી ફિચર્ચ ઇન્સ્ટોલ કરવાની કામગીરીની વાત ગળે ઉતરે તેવી નથી. ટેકનીકલ ખામીને શોધી નહીં શકતા હોવાથી સર્વર બે દિવસ બંધ રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ ખરી હકીકત છુપાવે છે.