Ahmedabad: ઈસ્ટકોસ્ટ રેલવેના ડિવિઝનલ મેનેેજરની રૂ. 25 લાખની લાંચના કેસમાં ધરપકડ
ઈસ્ટ કોસ્ટ રેલવેના ડિવિઝનલ રેલ્વે મેનેજર સૌરભ પ્રસાદની ખાનગી કંપનીના માલિક પાસેથી રૂ. 25 લાખની લાંચ લેવાના આરોપમાં મુંબઈથી સીબીઆઈએ ધરપકડ કરી છે. સીબીઆઈએ ધરપકડ બાદ વડોદરા, મુંબઈ, વિશાખાપટ્ટનમ, પુણે અને કોલકાતામાં 11 સ્થળોએ સર્ચ હાથ ધરી રૂ. 87.6 લાખની રોકડ (અંદાજે) તેમજ રૂ. 72 લાખની કિંમતની જ્વેલરી, પ્રોપર્ટીના દસ્તાવેજો, લોકરની ચાવીઓ વગેરે જપ્ત કર્યા હતા.સીબીઆઈએ તપાસ દરમ્યાન પ્રાઈવેટ કંપનીના સનિલ રાઠોડ અને આનંદ ભગતની ધરપકડ કરી હતી.
સીબીઆઈએ વિશાખાપટ્ટમના ઈસ્ટ કોસ્ટ રેલવેના ડિવિઝનલ રેલ્વે મેનેજર સૌરભ પ્રસાદ, ડીએન માર્કેટિંગના માલિક સનિલ રાઠોડ, HRK સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના આનંદ ભગત, વડોદરાની જીઆઈડીસી ઈન્ડ્રસ્ટીઝમાં આવેલ મેસર્સ હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ વર્કસ લીમીટેડ અને અજાણ્યા પ્રાઈવેટ શખ્સો સામે ગુનો નોધ્યો છે.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા સૌરભ પ્રસાદ ભારતીય રેલવે સર્વિસ ઑફ્ મિકેનિકલ એન્જિનિયરિંગના અધિકારી, વિશાખાપટ્ટનમમાં વૉલ્ટેર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર તરીકે, કથિત રીતે દંડ ઘટાડવાના બદલામાં મુંબઈ સ્થિત ડીએન માર્કેટિંગના માલિક સનિલ રાઠોડ પાસેથી લાંચ લેતા હતા. ઈસ્ટ કોસ્ટ રેલ્વે દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં અન્ડર પરફેર્મન્સ અને રૂ. 3.17 કરોડના બિલની મંજૂરી માટે. કોન્ટ્રાક્ટ ડીએન માર્કેટિંગ અને પુણે સ્થિત HRK સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના આનંદ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું. મુંબઈમાં સૌરભ પ્રસાદના ઘરે તપાસ કરતા ત્રણ અલમિરા તાળાં હતાં અને ચાવીઓ ઉપલબ્ધ નહોતી. સીબીઆઈએ અત્યાર સુધીમાં રૂ. 87.6 લાખની રોકડ (અંદાજે) તેમજ રૂ. 72 લાખની કિંમતની જ્વેલરી, પ્રોપર્ટીના દસ્તાવેજો, લોકરની ચાવીઓ વગેરે જપ્ત કરી છે.સીબીઆઈને મુંબઈ ખાતેના ફ્લેટ માટે કરાયેલા રોકાણો, લોકરની ચાવી જપ્ત કર્યાં છે.