ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોમાં ધુળેટીની તહેવારની રજાને લઈ તારીખમાં ફોરફાર જાહેર કર્યો છે. બોર્ડે કરેલી જાહેરાત મુજબ સ્કૂલોમાં હવે ધુળેટીની રજા 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ આપવામાં આવશે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગુજરાતના તહેવારોને લઈ કરેલી જાહેર રજાની યાદીના આધારે બોર્ડ દ્વારા તારીખમાં ફોરફાર કરવો પડયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચના રોજ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની યાદીમાં ધુળેટીની રજા 14 માર્ચના રોજ નક્કી કરવામાં આવતા બોર્ડ દ્વારા રજાની તારીખમાં ફોરફર કરાયો છે. જે મુજબ હવે રાજ્યની સ્કૂલોમાં ધુળેટીના તહેવારને લઈને 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ રજા રહેશે.ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા દરવર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કુલ 80 રજાઓમાં 18 જાહેર રજાઓ આપવામાં આવી હતી.