35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: રાજ્યમાં અલગથી ગૌસેવા મંત્રાલય બનાવો, પશુની કતલ થતી રોકો

Ahmedabad: રાજ્યમાં અલગથી ગૌસેવા મંત્રાલય બનાવો, પશુની કતલ થતી રોકો


મહારાષ્ટ્ર રાજ્યની જેમ ગુજરાતમાં પણ ગાયને રાજ્યમાતા જાહેર કરવા સમસ્ત મહાજને માગણી કરી છે. ગૌશાળા-પાંજરાપોળોને ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુદીઠ દૈનિક સહાય 30ને બદલે 100 કરવા, માળખાકીય સુવિધાઓ માટે 300 કરોડ ફાળવવા, ગુજરાતની તમામ જમીનમાંથી ગાંડા બાવળા દૂર કરવાની પણ માગણી અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કરાઈ હતી.

આગામી તા. 20 ઓક્ટોબરને રવિવારે વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે મુખ્યમંત્રીનું સમસ્ત મહાજન તથા સમગ્ર જીવદયા-ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરાશે ત્યારે ઉપરોક્ત તમામ રજૂઆતો કરવામાં આવનાર હોવાનું સમસ્ત મહાજન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

ગોવામાં સૌથી વધુ પશુદીઠ દૈનિક સહાય 150 રૂપિયા અપાય છે. ઉત્તરાખંડમાં 80, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં 50, રાજસ્થાનમાં 40, Aત્તીસગઢમાં 25, હિમાચલપ્રદેશ અને મધ્યપ્રદેશમાં 20 અને ગુજરાતમાં હાલમાં 30 રૂપિયા સહાય ચૂકવાય છે. ગૌશાળા-પાંજરાપોળના નિભાવ ખર્ચ માટે મહત્તમ સબસીડી આપવાની પણ માગ કરાઈ છે. ગૌચર જમીનોનો ઉપયોગ પશુપાલન માટે થાય, તેમાંથી ગાંડા બાવળો દૂર કરી ઘાસચારો કરવો જોઇએ, આથી પશુઓને પુરતો આહાર મળી રહે. દરેક ગામમાં 1962 ફ્રિ વેટરનરી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાય, તેમજ દર દશ ગામમાં આવી એક મફત એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા, સ્ટેટ એનિમલ વેલ્ફેરનું બજેટ વધારવા, રાજ્યમાં અલગથી ગૌ સેવા મંત્રાલય સ્થાપવાની પણ માગણી ઊઠી છે.

દરેક પોલીસ સ્ટેશનમાં પ્રાણી કલ્યાણ અંગે જાણકારી ધરાવતો અધિકારી હોવો જોઇએ, રાજ્યમાં પંચગવ્ય આધારિત તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવે , રાજ્યમાંથી પશુઓની કતલ, માસની નિકાસ બંધ કરવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે. હાલમા રાજસ્થાનમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવાની ઝુંબેશ ચાલી રહી છે જેના સમર્થનમાં 40 ધારાસભ્યોએ લેખિતમાં રજૂઆતો પણ કરી છે. 84 લાખ એકરમાં ફેલાયેલું કચ્છનું બન્નીનું ગૌચર એશિયાનું સૌથી મોટું ગૌચર છે. ગૌચરોમાંથી ગાંડા બાવળ દુર કરવા જોઇએ. પાકૃતિક ખેતી માટે પાંજરાપોળોમાંથી ખેડૂતોને મફતમાં છાણ આપવામાં આવે તેવી પણ એક વ્યવસ્થા ગોઠવવાની જરૂરીયાત પર ભાર મુકાયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય