સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેમાં ચાર લોકો પાસેથી ફોન અને તંબાકુ મળી આવ્યા છે. તથા ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાહનો લઈને આવેલા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઇ છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની આ ઘટનાથી ચર્ચા શરૂ થઇ છે.
ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી
ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ચાર લોકો પાસેથી ફોન અને તંબાકુ મળી આવ્યા છે. વાહનો લઈને આવેલા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઇ છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના જેલર હર્ષદભાઇ પરમાર ફરજ પર હતા ત્યારે યાર્ડની નવી બેરેક ખાતે ભંગારનો સામાન લેવા આઇશર ટેમ્પો, ટ્રક મુખ્ય ગેટ પર ઝડતી થયા બાદ અંદર લવાયા હતા.
ટ્રકની ઝડતી કરતા કેબિનમાં સંતાડેલુ તમાકુ, મસાલા, ચૂનો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી
યાર્ડ પાસે ફરી વાહનોનું ચેકિંગ કરાયું ત્યારે ટેમ્પોની કેબિનમાંથી ગોદડામાં છુપાવેલો ફોન, તમાકુ, ગુટખાની પડીકી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી. તેથી ટેમ્પો લઇને આવેલા ડ્રાઇવર વિક્રમજી અને સીતારામની અટકાયત કરી હતી. ત્યારબાદ ટ્રકની ઝડતી કરતા કેબિનમાં સંતાડેલુ તમાકુ, મસાલા, ચૂનો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી. તેથી ટ્રક ડ્રાઇવર મહેબુબ ટીડી સહિત બે લોકોની અટકાયત કરાઇ હતી.
જેલના મુખ્ય ગેટ પર ફરજ નિભાવી રહેલા લોકોની શંકાસ્પદ કામગીરી સામે આવી
ફોન બાબતે ડ્રાઇવરની પૂછપરછ કરાતા પોતાના વપરાશ માટે મોબાઇલ લાવ્યો હોવાનું કહીને જમા કરાવવાનો રહી ગયો હોવાની કબૂલાત કરી હતી. બંને વાહનોમાં આવેલા વિક્રમજી ડાભી, સિતારામ ઝાલા, મહેબુબ આસીફ ટીડી, મોહમદ હનીફ મુસાપથા સામે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને વાહનો જેલ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા ત્યારે મુખ્ય ગેટ પર ઝડતી એટલે કે તપાસ કરાઈ હતી. પરંતુ ત્યારે જેલના સ્ટાફને કંઇ ન મળતા વાહનોને અંદર પ્રવેશ અપાયો હતો. જો કે યાર્ડ પાસે સ્ટાફના લોકોએ ફરી વાહન ચેકિંગ કરતા પ્રતિબંધિત વસ્તુઓ મળતા જેલના મુખ્ય ગેટ પર ફરજ નિભાવી રહેલા લોકોની શંકાસ્પદ કામગીરી સામે આવી છે.