શહેરમાં એસપી રીંગરોડ પર શાંતિપુરા સર્કલ પાસે ગત રાત્રે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાર રસ્તા વચ્ચેની રેલિંગ સાથે અથડાઈ હતી. બાદમાં કારમાં આગ લાગી હતી. જેથી પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોચ્યો હતો. બાદમાં તપાસ કરતા કારમાં દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા.
અકસ્માત થતા જ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસને અડધી બળેલી સ્થિતિમાં કાર મળી આવી હતી. આ અંગે સરખેજ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. એસપી રીંગરોડ પર શાંતિપુરા સર્કલથી સનાથલ ટોલટેક્સ તરફ્ જતા રસ્તા પર મોડીરાત્રે એક કારચાલકે રેલીંગ સાથે કાર અથડાઇ હતી. જે બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. જેથી કારમાં કેટલીક દારૂની બોટલ ફ્ટી જતા રોડ ઉપર કારની આસપાસ દારૂ અને બિયરની રેલમછેલ થઈ હતી. જે બાદ કારમાં અચાનક આગ લાગતા કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ પોલીસને ફોન કરતા પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોચ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં પુરપાટ ઝડપે જતી કાર રસ્તા ઉપર પલટી મારી જ હતા. તેમાં આગ લાગી હતી અને કારમાંથી 73 દારૂની બોટલ તથા બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કિમત રૂ. 11,000 કરતાં વધુની છે. આ ઉપરાંત પોલીસને કારમાંથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો આ અંગે સરખેજ પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.