26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: શેરબજારમાં નફાની લાલચે વૃદ્ધ સાથે 74 લાખ,મહિલા સાથે 26 લાખની છેતરપિંડી

Ahmedabad: શેરબજારમાં નફાની લાલચે વૃદ્ધ સાથે 74 લાખ,મહિલા સાથે 26 લાખની છેતરપિંડી


શીલજ ખાતે રહેતાં અને પાલડીની કન્સ્ટ્રકશન કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અજય ગણપતલાલ ઠાકર (ઉં.67)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.21મી મેના રોજ તેઓ વોટસએપ ગ્રૂપમાં એડ થયા હતા. જેમાં સ્ટોક માર્કેટને લગતી ટીપ્સ આપવામાં આવતી હતી. વોટસએપ ચેટમાં ફરિયાદીને રોકાણ કરવા ગ્રૂપના એડમીન જણાવતા હતા.

આ રીતે ફરિયાદીને સારા નફાની લાલચ આપી આરોપીઓએ એપ ડાઉનલોડ કરાવી તેમાં આપેલા બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવી રૂ.74,66,131ની રકમ ભરાવડાવી હતી. આરોપીઓએ શરૂમાં વિશ્વાસ કેળવવા ફરિયાદીને બે ટ્રાન્ઝેકશનમાં રૂ.2.12 લાખની રકમ વિડ્રો કરવા દીધી હતી. ફરિયાદીએ અન્ય રકમ માટે રિકવેસ્ટ મોકલતા આરોપીએ 48 કલાકમાં પૈસા આવી જશે તેમ કહી ફ્રોડ કર્યું હતું. અન્ય બનાવમાં પાલડીની નિલકમલ સોસાયટીમાં રહેતા અને થલતેજની ખાનગી કંપનીમાં કન્ટેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ચૈતાલીબહેન યશભાઈ દેસાઈ (ઉં,47)એ 26.56 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ કરી છે. જે મુજબ આરોપીઓએ ચાર મહિનામાં રોકાણના 1200 ટકા નફો આપવાની ખાતરી આપી ફરિયાદીને વોટસએપ ગ્રૂપમાં એડ કર્યા બાદ એપ ડાઉનલોડ કરાવી ફોર્મ ભરાવડાવ્યું હતું. ત્યારબાદ વાતોમાં ભોળવી 26.56 લાખ પડાવ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય