35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad:શેરબજાર અને ક્રિપ્ટોમાં સારા નફાની લાલચ આપી વૃદ્ધ પાસેથી 20 લાખ

Ahmedabad:શેરબજાર અને ક્રિપ્ટોમાં સારા નફાની લાલચ આપી વૃદ્ધ પાસેથી 20 લાખ


રાજ્યભરમાં શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવીને ઠગતી ગેંગના શિકાર અનેક લોકો બની રહ્યાં છે આમ છતાંય લોભ લાલચમાં આવીને હજુ પણ ઘણા લોકો સાઈબર ગઠિયાઓના સંકજામાં આવી રહ્યાં છે.

ઓનલાઇન શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયાનો નફો અને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરીને ઊંચું વળતર મેળવાની લાલચ આપીને એક વૃદ્ધ પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લેવાયા છે આ અંગે બોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આઇએફસીએલમાંથી નિવૃત્ત થયેલા દિલીપભાઇ શિંદે(73) સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમની બંને દીકરીઓ વિદેશમાં છે. દિલીપભાઇએ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. જેમાં રાજદીપ શર્મા નામના યૂઝરે પોતાની વર્લ્ડ ફાઈનાન્સ એકેડમી નામની સંસ્થા ચલાવતા હોવાનું અને લોકોને શેરબજારમાં રોકાણ કરાવીને સારો નફો કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. રાજદીપની વાતમાં આવી ગયેલા દિલીપભાઇએ રોકાણ કરવાની તૈયારી બતાવતાં રાજદીપની ટીમની મેરી સાનયાલે તેમની સાથે વાત કરીને એક ગૃપમાં તેમને એડ કર્યા હતા. હાલમાં ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાથી મોટો લાભ થશે કહીને ક્રિપ્ટો કરન્સીમાં નફો કમાવા માટે 20.99 લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં વૃદ્ધે પ્રોફિટ વિડ્રો કરવા માટે અરજી કરતાં રાજદીપની ટોળકીએ હાથ અદ્ધર કરી દીધા હતા. જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાંતા વૃદ્ધે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય