23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: 4 સ્વામી સહિત 8 સાગરીતો સામે દોઢ કરોડની ઠગાઈની CID ક્રાઈમમાં

Ahmedabad: 4 સ્વામી સહિત 8 સાગરીતો સામે દોઢ કરોડની ઠગાઈની CID ક્રાઈમમાં


વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના શિષ્ય દેવપ્રકાશ ઉર્ફ દેવપ્રીય સ્વામી, માધવ પ્રિય ઉર્ફ એમ.પી.સ્વામી, વિજય પ્રકાશ ઉર્ફ વી.પી.સ્વામી,જય કૃષ્ણ સ્વામી ઉર્ફ જે.કે.સ્વામી સહિત 8 આરોપીઓએ સંગઠીત મંડળી રચીને 1.55 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદી સીઆઈડી ક્રાઈમમાં શુક્રવારે નોંધાઈ છે.

વડતાલ સ્વામીનારાયણના સ્વામી બાયડમાં પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માંગતા હોઈ 500 થી 700 વિઘા જગ્યા ખરીદવાની છે. સ્વામીઓ ડાયરેક્ટ ખેડુત પાસેથી મંદિર માટે જગ્યા ખરીદવા જાય તો ખેડૂતો ઉંચા ભાવે કહે છે. જેથી આ જગ્યા તમે ખરીદી સાટાખત કરાવી મંદિરને આપી દેશો તેમાં તમને મોટા ફાયદો થશે તેવી લાલચ આપી ફરિયાદી સાથે આરોપીઓએ છેતરપિંડી આચરી હતી. ફરિયાદી અને તેમના ભાગીદારે રોકાણ કર્યા બાદ આરોપીઓ જમીન ખરીદ પેટે આપતા ન હતા. ફરિયાદીએ દબાણ કરતા સ્વામીઓ સહિતના આરોપીએ દૂબઈમાં મિટીંગ ગોઠવી મુસ્લિમ દાતા સાથે મિટીંગ કરાવી સાત દિવસમાં પૈસા આવી જશે તેમ કહેતા ફરિયાદીને શંકા ગઈ હતી.

સોલા સાયન્સ સીટી રોડ પર રહેતાં અને જમીન લે-વેચનો વેપાર કરતા ઘનશ્યામસિંહ વાઘેલાએ સીઆઈડી ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદમાં ચાર સ્વામી ઉપરાંત ભુપેન્દ્ર પટેલ,વિજયસિંહ ચૌહાણ , સુરેશ ઘોરી અને લાલજી ઢોલા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.જે મુજબ આરોપીઓએ સંગઠીત થઈ ફરિયાદીને બાયડના લીંબ અને માથાસુલીયા ગામની 500 વિઘા જમીન પર પોઈચા જેવું ભવ્ય સ્વામીનારાયણ મંદિર અને ગૌ શાળાની વાત કરી હતી. ફરિયાદીને આ જમીન ખરીદી લેવા અને રોકાણ સામે સારો નફાની વાત કરી હતી. આરોપીઓએ સ્વામીઓ સાથે ફરિયાદી અને તેમના ભાગીદારને મિટીંગ કરાવી તેમજ જમીન બતાવી હતી. આ જમીનનો એક વિઘાનો ભાવ 17.51 લાખ નક્કી કર્યો હતો. આ જમીન સ્વામીઓ ખેડૂતો પાસે મંદિર બનાવવા માટે ડાયરેક્ટ ખરીદવા જાય તો ખેડૂતો ભાવ વધારી દે તેવી દલીલ કરી હતી. સ્વામીઓએ ફરિયાદી અને તેમના ભાગીદારને લાલચ આપી આ જમીન મંદિર તેમજ ગૌ શાળા બન્યા બાદ આજુબાજુની જમીન વઘે તે પણ તમે લઈ લેજો તેમજ મંદિર બનવાના કારણે આસપાસની જમીનના ભાવો પણ ઉચકાઈ જશે તેવી વાત કરી હતી. આ રીતે ફરિયાદી અને તેમના ભાગીદારને વિશ્વાસ લીધા હતા.

આ જમીનની ખરીદી પેટે આરોપી ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણે 1.76 કરોડ લઈને બાનાખત કરેલું હતું. આ બાનાખત પણ ખોટું અને ઉપજાવી કાઢેલું હોવાનું ફરિયાદીના ધ્યાને આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને ખોટા બાનાખત આધારે સાટાખત કરી આપ્યું હતું. બીજી તરફ આ સાટાખત આધારે ચારે સ્વામીઓ ફરિયાદીને જમીનની ખરીદી પેટે તત્કાળ પાંચ કરોડ આપશે તેવી વાત થઈ હતી. જો કે, સ્વામીઓએ પણ સાટાખત તૈયાર બાદ ઘણા સમય સુધી રૂપિયા આપ્યા નહી તેમજ વાયદા કર્યા હતા.

મુસ્લિમ દાતા સાથે દુબઈમાં મિટિંગ કરાવી 5 કરોડ આપવાની વાત કરી

ફરિયાદીએ જમીન વેચાણ પેટે આપેલા પૈસા અને બાકીની રકમની ઉઘરાણી કરતા સ્વામીઓએ દૂબઈ આવવાનું વાત કરી હતી. ફરિયાદી ભાગીદાર સાથે દૂબઈ ગયા જ્યાં કાન્હા હોટલમાં સ્વામીઓએ લંડનથી દાતા આવ્યાની વાત કરી હતી. આ દાતા અને તેની મહિલા પીએ સાથે મુલાકાત કરાવી તેઓ મુસ્લિમ હોવાની વાત કરી હતી. મુસ્લિમ શું કામ દાન આપે? તેમ કહેતાં સ્વામીએ મંદિર પાસે તેઓને લિથિયમ બેટરીનો પ્લાન્ટ નાંખવાના હોવાથી દાન આપે છે તેમ જણાવ્યું હતું. આરબીઆઈમાં સેટીંગ ચાલતુ હોવાની સાત દિવસમાં પાંચ કરોડ આપવાની વાત કરી હતી.

સ્વામીઓ અને દાતાએ ફોટો પડાવવાની ના પાડી હતી

દુબઈની હોટલમાં સ્વામીઓ અને દાતા તરીકે આવેલી વ્યક્તિ સાથે હોટલ કાન્હાની બહાર ફરિયાદી અને તેમના ભાગીદારોએ ગ્રૂપ ફોટો પડાવવાની વાત કરતા સ્વામીઓએ ના પાડી દીધી હતી. આખરે ફરિયાદી અને તેમના ભાગીદારે પોતાનો ફોટો પાડયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય