ધોરાજીનાં તોરણીયા ગામે હત્યા – આત્મહત્યા મામલે ગુનો દાખલ
મૃતક યુવતીની નાની બહેને પ્રેમલગ્ન કર્યા બાદ મામા – ફઇનાં બન્ને પરિવારો વચ્ચે ચાલતા મનદુઃખનાં કારણે ખૂની ખેલ ખેલાયો, તપાસમાં એફએસએલ ટીમની પણ મદદ લેવાઇ
ધોરાજી: ધોરાજી તાલુકાનાં તોરણીયા ગામે ગઇકાલે સાંજે વાડી વિસ્તારમાં યુવતીની ગળું કાપીને હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ થોડે દૂરથી પિતરાઇ ભાઇનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેમાં બન્ને મામા – ફઇનાં પરિવાર વચ્ચેનાં મનદુઃખનાં કારણે પિતરાઇ બહેનની હત્યા બાદ ભૂલ સમજાતા યુવાને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.
મળતી વિગતો પ્રમાણે ધોરાજીના તોરણીયા ગામે રહેતા જીવનભાઈ શામજીભાઈ ડાભી જાતે હરમિત (ઉં.