30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છચિત્રોડ બાદ હવે કાનમેરના 8 મંદિરોમાં સામૂહિક ચોરી, ચોરો સીસીટીવીમાં કેદ |...

ચિત્રોડ બાદ હવે કાનમેરના 8 મંદિરોમાં સામૂહિક ચોરી, ચોરો સીસીટીવીમાં કેદ | After Chitrod now there is mass theft in 8 temples of Kanmer thieves caught on CCTV



વાગડમાં થતી દેવ મંદિરોમાં ચોરી બન્યો ચિંતાનો વિષય 

રાત્રે ૧ વાગ્યે ૩ ચોરો ત્રાટક્યા, ૮ મંદિરોમાં ચોરી કરી ભાગ્ય અને પોલીસે તેમણે ઝડપી પણ લીધા 

ગાંધીધામ: શિયાળાની શરૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે ૮ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે આ બનાવમાં સારું એ થયું હતું કે પૂર્વ કચ્છ પોલીસને અપિલને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં ચોરી કરનાર ૩ ઇસમો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે અન્ય પોલીસ મથકની મદદ લઈ ગેંગ પૈકીનાં અમુક ઈસમોને પકડી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. 

હજુ થોડા દિવસ પહેલા જ ચિત્રોડ, મેવાસા અને જેઠાસરી સહિતના ૩ ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પોલીસે જુદી જુદી જુદી એજન્સીઓની ટિમ બનાવી ચોરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. ચિત્રોડ મંદિર ચોરી ખુદ પુર્વ કચ્છ પોલીસવડા પણ બનાવ સ્થળે માહિતી તથા ગુન્હાનો ભેદ ઉકેલાય તે માટે જૂરૂરી માર્ગદર્શન માટે પહોંચ્યા હતા.આ બનાવને હજુ ૪ દિવસ માંડ થયા છે ત્યાં ફરી એ જ ગેંગ દ્વારા ચિત્રોડથી ૨૭ કિમી દૂર અને ગાગોદર પોલીસની હદમાં જ રણકાંધીએ આવેલા કાનમેરના એક સાથે ૮ મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગલવારે રાત્રે ૧ વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને દાદાવારા ના મંદિરમાં સાળંગ દેવી મંદિર સહિત કુલ ૮ મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, ગાય, મુગટ સહિત કુલ રૂ. …….. ના મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. જે બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં ચોરો ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરી ચોરી કરવા આવ્યા હોવાનું ખૂલ્યું હતું. આ બનાવમાં પોલીસને ચોરી થયાના અમુક સમયમાં જ જાણકારી મળી ગઈ હોવાથી લાકડીયા અને આડેસર પોલીસની મદદ લઈ ચોરી અન્યત્ર ભાગી જાય તે પહેલા જ ત્રણેય ચોરોને પકડી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ બાબતે ગાગોદર પોલીસના પી.આઈ. સેંગલે સમર્થન આપ્યું ન હતું. 

ચોકીદાર જાગી જતાં જાણ થઈ અને ચોરો પકડાયા 

આ અંગે ગામમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બનાવ રાત્રે ૧ વાગ્યા આસપાસ બન્યો હતો. જેમાં૩ ચોરોએ ૮ મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ ચોરી થઈ તે સમયે મંદિરના બાજુમાં એક ચોકીદાર હતો તેને ચોરી થતી હોવાની જાણકારી મળી જતાં તેણે તાત્કાલિક ગામના સરપંચ અને અન્ય આગેવાનોને જાણ કરતાં આગેવાનો દ્વારા ગાગોદર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે પોતાની ટીમ સાથે ચોરોને પકડવા કવાયત હાથ ધરી હોવા ઉપરાંત લાકડિયા અને આડેસર પોલીસની મદદ લીધી હતી. જેથી રાત દરમિયાન જ પોલીસે ૩ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા. આ ચોર ગેંગ દ્વારા જ ચિત્રોડના ૧૦ મંદિરોમાં ચોરી કરવામાં આવી હોવાની વાત પણ સૂત્રોએ કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય