25 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
25 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસડીકાર્બોનાઈઝેશન તરફના પ્રયાણમાં મહત્વની ભૂમિકા ભજવવા અદાણી જૂથની આ બે કંપનીઓ જોડાઈ

ડીકાર્બોનાઈઝેશન તરફના પ્રયાણમાં મહત્વની ભૂમિકા ભજવવા અદાણી જૂથની આ બે કંપનીઓ જોડાઈ


વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ એવી ભારતની સૌથી વિરાટ રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) અને સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) બંને કંપનીઓએ નેટ ઝીરો એલાયન્સ યુટિલિટીઝ (UNEZA)માં જોડાયાની આજે જાહેરાત કરી છે.

નવીનીકરણીય સાધનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપતી અને વૈશ્વિક નેટ શૂન્ય મહત્વાકાંક્ષાઓની અનુભૂતિમાં સામાન્ય અવરોધોને દૂર કરવાના પ્રયાસો કરતી UNEZAએ પાવર અને યુટિલિટી સેક્ટરમાં સહકાર વધારવા માટેનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) અને યુએન ક્લાયમેટ ચેન્જ હાઈ-લેવલ ચેમ્પિયન્સના માર્ગદર્શન હેઠળ કાર્યરત, UNEZAની સ્થાપના UAEના ડેક્લેરેશન ઓફ એક્શનને અપનાવવા સાથે COP28 ખાતે કરવામાં આવી હતી. એલાયન્સ અગ્રણી વૈશ્વિક યુટિલિટીઝ અને પાવર કંપનીઓને રિન્યુએબલ એનર્જી રેડી ગ્રીડના વિકાસને આગળ વધારવા, સ્વચ્છ ઉર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવા અને વિદ્યુતીકરણના પ્રયાસોને આગળ વધારવાના ઉદ્દેશ્યને એક કરે છે.

ઊર્જા કાર્યક્ષમતામાં સુધારા જેવા ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે

ભારતમાં રિન્યુએબલ એનર્જીમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને ટ્રાન્સમિશન અને વીજ વિતરણમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ તેમના કામકાજમાં આ વૈશ્વિક જોડાણમાં સામેલ થનાર પ્રથમ છે. UNEZAના સભ્ય તરીકે AGEL સ્વચ્છ વીજ નિર્માણ, ઉર્જા સુરક્ષામાં વધારો અને ઊર્જા કાર્યક્ષમતામાં સુધારા જેવા ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે, જ્યારે AESL ગ્રીન એનર્જી ટ્રાન્સમિશન અને વિતરણ માટે વિશ્વસનીય ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા તરફના તેના પ્રયત્નોને બમણા કરશે.

રાષ્ટ્રના બિન-અશ્મિભૂત ઈંધણ ઉર્જા લક્ષ્યમાં 10 ટકાનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ

AGELના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે નેટ ઝીરો એલાયન્સ માટે યુટિલિટીઝમાં સામેલ થવાથી ટકાઉપણાના લક્ષ્યોને આગળ વધારવા, નૂતન અભિગમ અપનાવવા અને સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે વૈશ્વિક સાથીઓ સાથે સહયોગ કરવાની તક મળે છે. તેમણે કહ્યું કે ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લેયર તરીકે 2030 સુધીમાં અમે 50 GW વિતરણ કરવા અને ત્યાં સુધીના ગાળામાં રાષ્ટ્રના બિન-અશ્મિભૂત ઈંધણ ઉર્જા લક્ષ્યમાં 10 ટકાનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

AESLના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે નેટ ઝીરો એલાયન્સ માટે યુટિલિટીઝમાં જોડાવાથી AESL તેના વૈશ્વિક સાથીઓના અનુભવનો લાભ ઉઠાવી શકશે અને બદલામાં ઉચ્ચ-ક્ષમતા ધરાવતા રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન માળખું બનાવવા માટેની તેની પોતાની કોઠા સુઝ વહેંચશે. અદાણી પોર્ટફોલિયોની મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી યોજનાઓ જોતા કંપની માટે રિન્યુએબલ એનર્જીના અવિરત ઉપાડ માટે ભરોસાપાત્ર ઇવેક્યુએશન નેટવર્કની સ્થાપના મહત્ત્વની છે.

AGEL અને AESL બંનેનું લક્ષ્ય 2050 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાનું

અદાણી ગ્રીન એનર્જી તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને 2030 સુધીમાં 11.2 GWની વર્તમાન ઓપરેશનલ ક્ષમતાથી 50 GW સુધી લઇ જવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. કંપની ગુજરાતના કચ્છમાં ખાવડા ખાતે પેરિસના કદ કરતાં લગભગ પાંચ ગણા 538 ચોરસ કિ.મી.માં 30 GWની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિકસાવી રહી છે અને પ્લાન્ટ પૂર્ણ થશે ત્યારે તે સમગ્ર ઉર્જા સ્ત્રોતોમાં ધરતી ઉપરનો સૌથી મહાકાય પાવર પ્લાન્ટ હશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સે મુંબઈની તેની વિતરણ ક્ષમતામાં વૃદ્ધિ માટે 2030 સુધીમાં બલ્ક પાવર ખરીદીમાં રિન્યુએબલનો હિસ્સો વધારીને 70% કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. વધુમાં કંપનીનું લક્ષ્ય 2020ના સ્તરની તુલનાએ 2030 સુધીમાં તેના પ્રત્યક્ષ ઉત્સર્જનમાં 72.7% ઘટાડો કરવાનું છે. રિન્યુએબલ એનર્જીના આંતરમાળખામાં રોકાણના ભાગરૂપે મુંબઈમાં અવિરત રિન્યુએબલ પાવર સપ્લાય સુનિશ્ચિત કરવા USD 1 બિલિયન હાઈ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) લાઈનનું AESL નિર્માણ કરી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય