સંઘે મણિપુર હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. RSSએ કહ્યું કે છેલ્લા 19 મહિનાથી ચાલી રહેલી હિંસાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી. હિંસાને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ સંઘર્ષનો વહેલી તકે ઉકેલ શોધવો જોઈએ.
હિંસાના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ મણિપુર હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. સંઘે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મણિપુર હિંસાનો કોઈ ઉકેલ નથી. RSSએ કહ્યું કે છેલ્લા 19 મહિનાથી ચાલી રહેલી હિંસાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. હિંસાને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. લાખો લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. હિંસાને કારણે નિર્દોષ લોકો ઘણું સહન કરી રહ્યા છે.
સંઘે મણિપુરમાં મહિલાઓ અને બાળકો સામેની ક્રૂરતાની સખત નિંદા કરી હતી. આ કૃત્ય કાયરતાપૂર્ણ અને માનવતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ સંઘર્ષનો વહેલી તકે ઉકેલ શોધવો જોઈએ.
મણીપુરમાં ગયા વર્ષથી હિંસાની ઘટનાઓ ચાલી રહી છે
મણિપુરમાં મહિલાઓ અને બાળકોના મૃતદેહ મળી આવ્યા બાદ સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ શનિવારે રાત્રે ઇમ્ફાલ ઘાટીમાં ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ત્યાં જતા રોક્યા હતા. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી હિંસાની ઘટનાઓ ચાલી રહી છે.