શરીર વિવિધ વિટામિન્સ અને મિનરલ્સનું બનેલુ છે. શરીરને જરૂરી તમામ વિટામિન્સ હોવા જરૂરી છે. ત્યારે આપણે વાત કરીએ વિટામિન બી12 ની. આ વિટામિનની ઉણપ મોટાભાગે દરેક લોકોમાં જોવા મળે છે. જેની ઉણપના લીધે યાદશક્તિ ઓછી થઇ જાય છે. શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે. ન્યૂરો સંબંધિત બિમારી માટે પણ વિટામિન બી 12 જવાબદાર માનવામાં આવે છે. ત્યારે જે લોકો શાકાહારી છે તેમણે પોતાના વિટન્ટર ડાયટમાં ચેન્જ લાવીને બી12ની ઉણપ પુરી કરી શકે છે.
B-12 છે સુપરફૂડ
શિયાળામાં વિટામિન B-12ની ઉણપને દૂર કરવા માટે તમારે ખજૂર ખાવાનું શરૂ કરવું જોઈએ. ખજૂરમાં એવા ઘણા પૌષ્ટિક તત્વો હોય છે, જેની મદદથી શરીરમાં વિટામિન B-12 થોડા જ દિવસોમાં બનવા લાગે છે. ખજૂર ખાવાથી હિમોગ્લોબીન વધે છે. ખજૂર આયર્ન અને કેલ્શિયમનો પણ ઉત્તમ સ્ત્રોત છે. હેલ્થ રિપોર્ટ્સ અનુસાર રોજ ખજૂર ખાવાથી પણ એનર્જી મળે છે. ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. ખજૂર કેલ્શિયમનો સ્ત્રોત છે, જે હાડકાંને પણ મજબૂત બનાવે છે.
ખજૂર આ રીતે ખાવી જોઇએ
વિટામિન B-12 ની ઉણપ જેને હોય તેઓ ખજૂરને દૂધમાં મિક્સ કરીને ખાવાથી બી12ની ઉણપ દૂર કરી શકાય છે. દૂધ એક ડેરી પ્રોડક્ટ છે, જે પોતે જ વિટામિન B-12 નો સ્ત્રોત છે. જો આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવામાં આવે તો 21 થી 25 દિવસમાં શરીરની દરેક નસ B-12 થી ભરાઈ જાય છે. તેને ખાવા માટે તમારે 3 થી 4 ખજૂરને રાત્રે દૂધમાં પલાળી રાખવાની રહેશે. બીજા દિવસે સવારે તેને ખાલી પેટે ખાઓ. તમે તેને ખાવા માટે બે રીત પણ અજમાવી શકો છો. પ્રથમ તમે આ દૂધમાં પલાળેલી ખજૂર જેમ છે તેમ ખાઈ શકો છો. બીજી રીત એ છે કે તમે દૂધ અને ખજૂરના મિશ્રણને ઉકાળી શકો છો અને તેને હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ખાઈ શકો છો. તેમાં કેટલાક અખરોટ પણ નાંખી શકો છો.