Adani Group Wants To Settle Case: અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓએ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોના ઉલ્લંઘન સંબંધિત કેસ સેટલ કરવા સેબીના દ્વાર ખટખટાવ્યા છે. અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ સહિત ચાર લિસ્ટેડ કંપનીઓ વિરુદ્ધ ગેરરીતિ આચરી હોવાના આરોપો મૂકાયા હતા. હવે અદાણીની કંપનીઓએ આ આરોપોનો કેસ સેટલ કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
અદાણી ગ્રૂપની સમસ્યાઓ દૂર થવાનું નામ લઈ રહી નથી. સેબીએ ગત સપ્ટેમ્બરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સને શો-કોઝ નોટિસ ફટકારી હતી.