બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. અક્ષય કુમારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીર પણ શેર કરીને તેના ફેન્સને આ અંગે જાણકારી આપી છે.
PMએ ન્યૂ ઈન્ડિયાના વિકાસ માટે પ્રેરણાદાયી વાતો કરી: અક્ષય કુમાર
પીએમ સાથે અક્ષય કુમારની મુલાકાત દિલ્હીમાં એક કાર્યક્રમમાં થઈ હતી. આ તસવીરમાં અભિનેતા અક્ષય કુમાર વડાપ્રધાન મોદીને હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે અક્ષય કુમારે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન અભિનેતા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો હતો. સાથે જ વડાપ્રધાન મોદી પણ હસતા હસતા અક્ષયને મળ્યા હતા. આ તસવીર શેર કરતા અક્ષય કુમારે લખ્યું, ‘આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સાંભળવાનો મોકો મળ્યો’ તેમણે એચટી લીડરશિપ સમિટમાં ન્યૂ ઈન્ડિયાના વિકાસ માટે પ્રેરણાદાયી વાતો કરી.
અભિનેતા અક્ષય કુમાર અને વડાપ્રધાન મોદી વચ્ચે છે ખાસ બોન્ડિંગ
તમને જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમાર અને પીએમ મોદી વચ્ચે ખાસ બોન્ડિંગ છે. અક્ષય ઘણીવાર પીએમ મોદીના વખાણ કરતો જોવા મળે છે. તેમણે વર્ષ 2019માં પીએમ સાથે એક ઈન્ટરવ્યુ પણ કર્યું હતું, જેની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તે ઈન્ટરવ્યુમાં અક્ષયે રાજનીતિ સિવા વડાપ્રધાનના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા મહત્વના પ્રશ્નો પૂછ્યા હતા.
આગામી કઈ ફિલ્મમાં જોવા મળશે અક્ષય કુમાર?
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેઈનમાં કેમિયોમાં જોવા મળ્યો હતો. દિવાળી પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં તે વીર સૂર્યવંશીની ભૂમિકા ભજવીને અજય દેવગનને મદદ કરતો જોવા મળ્યો હતો. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત ટાઈગર શ્રોફ, સિમ્બા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ પણ કેમિયોમાં જોવા મળ્યા હતા. સિંઘમ અગેઈનએ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર રૂપિયા 340 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે અને હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં અક્ષય કુમાર ‘જોલી એલએલબી 3’ અને ‘ભૂત બંગલા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ‘જોલી એલએલબી 3’ 10 એપ્રિલ 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.