દીકરીને ઉમરા જવાનું હોવાથી રોકડા રૂપિયા જોઇતા હોવાનું જણાવી ભેજાબાજે બે વેપારીના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને પોતે 81 હજાર રોકડા લઇ લીધા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાંદલજા સનફાર્મા કંપનીની સામે રાબીયા પાર્કમાં રહેતાં મોહંમદસોહેલ આસિફઅલી સૈયદ તાંદલજા હીબા એવન્યુમાં સદફ કલેક્શન નામની કપડાની દુકાન ચલાવે છે.