– હીરાબજારમાં અજાણ્યા વેપારીની લેતી-દેતી પર શંકા જતાં ડાયમંડ એસો.એ વૉચ ગોઠવી હતી
– ગુનાહીત ઈતિહાસ ધરાવતાં શખ્સના કહેવાથી ઓફિસ શરૂ કરી મોટા વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરવાનો કારસો હોવાની નવશીખીયા વેપારીની કબૂલાત : 4 વિરૂદ્ધ પોલીસને અરજી
ભાવનગર : શહેરના ઔદ્યોગિક હાર્દ સમાં હીરાબજારમાં એક વેપારીએ પાંચ વેપારી સાથે અંદાજે સવા કરોડની ઠગાઈ આચર્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી બજારમાં નવા આવેલાં એક વેપારી ઠગાઈના કથિત ષડયંત્રને અંજામ આપે તે પૂર્વે ડાયમંડ એસોસિએશનના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલાં આ વેપારીએ અન્ય એક શખ્સના ઈશારે હીરા બજારમાં ઓફિસ રાખી હીરાની લે-વેચ કરી થોડા સમય પછી ઉઠણું કરી નાસી જવાની યોજના બનાવી હોવાની કબૂલાત કરતાં ખુદ ડાયમંડ એસો.ના હોદ્દેદારો ચોંકી ઉઠયા હતા.