23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં જાફરાબાદના યુવકનું મોત | A youth from...

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં જાફરાબાદના યુવકનું મોત | A youth from Jafrabad died in an accident between a truck and a bike



સોમનાથ હાઈવે ટીંબી ગામ પાસે અકસ્માત સર્જાયો

ભાડા ચોકડી પાસે ડિવાઈડર પાસેથી રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે અડફેટે લેતા અકસ્માત, ગુનો નોંધાયો

રાજુલા: ભાવનગર સોમનાથ હાઈવે પર ટીંબી ગામ નજીક ભાડા ચોકડી નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક જાફરાબાદના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે નાગેશ્રી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર-સોમનાથ હાઈવે પર જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક ભાડા ચોકડી પાસે ગઈકાલે સાંજે ૫.૩૦ કલાકના અરસામાં અમીનભાઈ સુલેમાનભાઈ કુંડલીયા (ભાડેલા) પોતાની જીજે-૧૪-બીએફ-૩૩૦૬ નંબરની બાઈક લઈને ટીંબીથી જાફરાબાદ જઈ રહ્યાં હતા અને ભાડા ચોકડી નજીક ડિવાઈડર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે નાગેશ્રી તરફથી આવી રહેલા જીજે-૦૪-ડબલ્યુ-૪૯૭૯ નંબરના ટ્રકે તેમની બાઈકને અડફેટે લેતા અમીનભાઈને માથાના પાછળના ભાગે અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ઉના ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. આ અંગે મૃતકના પુત્ર હુસેનભાઈ અમીનભાઈ કુંડલીયાએ નાગેશ્રી પોલીસ મથકમાં જીજે-૦૪-ડબલ્યુ-૪૯૭૯ નંબરની ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય