જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
અકસ્માત સર્જીને નંબર વગરના બાઇકનો ચાલક ફરાર : પોલીસ દ્વારા શોધખોળ શરૃ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા નાની બારડોલી પાસે
ગઈકાલે રાત્રિના સમયે રોડ સાઈડમાં ઉભેલા યુવાનને ફૂલ ઝડપે આવી રહેલા બાઇકે પાછળથી
અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું.