35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છઆરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને...

આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને ફસાવ્યા | A woman who trapped a health officer in a honey trap was arrested


Honey Trap Case in Anjar: અંજારના તાલુકાના આરોગ્ય અધિકારીને હની ટ્રેપ કરી, અશ્લીલ વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કરાયો હતો. આ મામલે મહિલા આરોપી નર્મદાની પોલીસે ધરપકડ કરી છે. નર્મદાએ આશા વર્કરની નોકરી મેળવવાના બહાને આરોગ્ય અધિકારી ડૉ. રાજીવ અંજારીયાને હની ટ્રેપ કરીને પોતાના ઘેર ચા પાણી માટે બોલાવ્યા હતા. અંજારીયા તેના ઘેર ગયાં ત્યારે ગુલામ મીરે તેમને મુઢ માર મારીને નર્મદા જોડે ઊભાં રખાવીને અશ્લીલ હાલતમાં વીડિયો ઉતાર્યો હતો. 

સાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, સવા મહિના પહેલાં વોટ્‌સ-એપ મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી કરવા વિનંતી કરી હતી. આ પછી વોટ્‌સ-એપ મેસેજીસ કરીને ડો. રાજીવ સાથે સંબંધો ગાઢ બનાવ્યો હતો. પોતે અંતરજાળ ગામે માતા-પિતાના ઘરે હોવાનું અને ચા પીવા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. અંજારથી દસેક કિલોમીટર દૂર અંતરજાળ ગામે મહિલાના ઘરે તાલુકા હેલ્થ ઓફિસર પહોંચ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી અને કપડાં ઉતારવા લાગી હતી.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ નથી

આ સમયે જ મહિલાનો કહેવાતો પતિ આવ્યો હતો અને ડો. અંજારિયાનો શર્ટ ઉતરાવી વીડિયો ઉતારી લઈ લાફા પણ માર્યા હતા. 30 લાખ રૂપિયા માગવામાં આવતાં ડો. અંજારિયાએ ઓફિસે લઈ જઈને બેન્કમાંથી ઉપડાવી 50,000 આપ્યા હતા. બાકીના 30 લાખના છ ચેક આરોપી મહિલા નર્મદા દિનેશ વાળંદ અને તેના કહેવાતા પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજીએ પડાવી લીધાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવાઈ હતી.


આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને ફસાવ્યા 2 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય