– ત્રણ મહિના જૂની ઘટનાનો બદલો લેવા આંચકારૂપ કૃત્ય
– આદિપુરની હોસ્પિટલમાં ધમાલ મચાવનાર શખ્સે હવે પોલીસની ફરજમાં રૂકાવટ કરી
– પોલીસ સ્ટેશનમાં જ રહે, હમણાં આવું છું ઃ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ પર હુમલો કરી આરોપી નાસી ગયો પછી ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ: આદિપુર પોલીસ મથકે એક વિચિત્ર કિસ્સો બન્યો છે. જેમાં પ્રજાના રક્ષક ખુદ સંકટમાં હોય તેવા ચિત્રો ઉપસી આવ્યા હતા. જેમાં પહેલા ફોન કરી પોલીસ કર્મચારીને ધમકાવી પડકાર ફેકી, પોલીસ મથકે આવ્યા બાદ પોલીસ કર્મચારીના હાથમાં બચકું ભરી અને પોલીસ મથકેથી નાસી જવાનો બનાવ બનતા હવે પોલીસ સ્ટેશનમાં પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે.