– હાથબ નજીકના દરિયા કિનારે જંગલમાં જઈ માતાનો સંતાનો સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ
– જ્વલંતશીલ પ્રવાહી છાંટી લેનાર અને બન્ને પુત્રીને પ્રથમ કોળિયાક બાદમાં વધુ સારવાાર્થે ભાવનગર ખસેડાઈઃ પોલીસ તપાસ શરૂ
ભાવનગર : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામની મહિલાએ ઘરકંકાસથી કંટાળીને પોતાની બે પુત્રી સાથે હાથબ બંગલા પાસે દરિયા કિનારા નજીકના જંગલ જેવા નિર્જન વિસ્તારમાં જ્વલંતશિલ પ્રવાહી છાંટી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. ગંભીર હાલતે દાઝી ગયેલાં માત અને તેની બન્ને પુત્રીને સારવાર અર્થે પ્રથમ કોળિયાક બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પોલીસે તપાસનો ધમંધમાટ શરૂ કર્યો છે.