20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરહાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારનો નિર્ણય!, ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા મુદ્દે...

હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારનો નિર્ણય!, ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા મુદ્દે દર મહિને બેઠક યોજાશે | A monthly meeting will be held to address traffic and stray cattle issues in Gujarat


Important Decision Of Gujarat Govt: રાજ્યના મોટાભાગના શહેરમાં ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા વ્યાપક જોવા મળે છે. જેને લઈને હાઇકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટ વારંવાર તંત્રને ફટકાર લગાવે છે. જ્યારે રાજ્યની મહાનગરપાલિકાઓ અને સરકાર સમાસ્યાના નિવારણની ખાતરી આપે છે, પરંતુ તે ખાતરી જાણે કે ફક્ત તંત્રના સોંગધનામાના પેપરમાં જ રહે છે, હકીકતમાં તેનો અમલ થતો જોવા મળતો નથી. ગયા અઠવવાડિયે હાઇકોર્ટે સરકાર અને ટ્રાફિક વિભાગની ઝાટકણી કાઢી હતી અને આગામી સુનાવણીમાં હવે હાઇકોર્ટ લપડાક મારે તે પહેલાં જ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. 

અધિકારીઓએ દર મહિને બેઠક યોજવી પડશે

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ટ્રાફિક સમસ્યા અને રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે મહાનગરોના કમિશ્નર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વાર બેઠક બોલાવવી અને સમસ્યા અંગે ચર્ચા કરવી. આ બેઠકનો રિપોર્ટ ગૃહ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગને મોકલવાનો રહેશે. ત્યારબાદ ડીસીપી અને ડેપ્યુટી કમિશ્નર વચ્ચે દર 15 દિવસે બેઠક યોજાશે. ડીસીપી-ડેપ્યુટી કમિશ્નરની બેઠકનો રિપોર્ટ કમિશ્નરને મોકલવાનો રહેશે.

આ પણ વાંચો: સુરત નજીક ભયંકર અકસ્માત, આરોપીને લઈ જતી રાજકોટ પોલીસની કારને આઈશરે મારી ટક્કર, 1નું મોત, 3 ઘાયલ

ફક્ત બેઠકો જ થશે કે કાર્યવાહી પણ થશે?

ટ્રાફિક, રખડતાં ઢોર સહિતના મુદ્દે થયેલી અરજીમાં હાઇકોર્ટ સરકારને અનેક સૂચનો કરી ચૂકી છે. રસ્તા પર ટ્રાફિક પોલીસની બેદરકારી, અને પોલીસે યોજેલી કહેવાતી ટ્રાફિક ડ્રાઇવ સામે પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે. ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઇવ બાદ હવે દર મહિને અધિકારીઓની બેઠક યોજવાનો નવો તાયફો થશે. અગાઉની જેમ બેઠકો પર બેઠકો થતી રહેશે, ચર્ચાઓ થશે પણ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લવાશે કે નહીં તે એક મોટો સવાલ છે. 

શહેરમાં ભારે વાહનો દિવસે પણ ફરે છે બેફામ

સુપ્રિમ કોર્ટનો હુકમ છે છતાં પ્રતિબંધિત સમયમાં શહેરોમાં ખાનગી લકઝરી બસો, ડમ્પરો સહિતના ભારે વાહનો બેફામ ફરે છે. ટ્રાફિક પોલીસ ચાર રસ્તાની બાજુમાં બેસી મોબાઇલમાં વ્યસ્ત હોય છે, કે પછી ખાનગી બસો, ડમ્પરોને જવા દેવા માટે ખાલી ડોળ કરે છે? કેમ કે સામાન્ય નાગરિકને નાની નાની વાતોએ રોકતાં ટ્રાફિક પોલિસ કે ટીઆરબી જવાનોને મસ મોટા ડમ્પરો, કે ખાનગી બસો દેખાતી નથી. પીક અવરમાં પણ આવા ભારે બેરોકટોક શહેરના રસ્તાઓ પર ફરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. સાથે જ અકસ્માતની ઘટનાઓ પણ વધે છે.


હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારનો નિર્ણય!, ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા મુદ્દે દર મહિને બેઠક યોજાશે 2 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય