વર્ષનો અંત નજીક આવે એ સાથે આપણાં અખબારોમાં વીતેલા વર્ષની ઝલક રજૂ કરવાનો ધારો છે. હવે ટેકનોલોજી કંપનીઓએ પણ આ ધારો અપનાવવાનું શરૂ કર્યું છે. અલબત્ત, આ કંપનીઓ પાસે આપણો પાર વગરનો પર્સનલ ડેટા હોય છે, એટલે તેમની આવું યર – રીકેપ એકદમ પર્સનલાઇઝ્ડ હોય છે.
જેમ કે સ્પોટિફાય મ્યુઝિક એપ આખા વર્ષ દરમિયાન આપણે તેના પર કેવા મ્યુઝિકની મજા માણી તેનો રીકેપ આપે છે. યુટ્યૂબ પર પણ પાછલા વર્ષનો હિતાબ-કિતાબ રજૂ કરવાનો ધારો હતો.