તોરણિયાની સીમ નજીક હત્યા અને યુવકની આત્મહત્યાએ પોલીસ ચકરાવે ચડી
છરીના જુદા જુદા ઘા મારતાં ગળુ કપાઈને લટકી ગયું, હત્યા સ્થળથી બે ખેતર દૂર એજ ગામના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી,હત્યા કોણે કરી એ બાબતે મોટો સવાલ
ધોરાજી: ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સીમવિસ્તારમાં પસાર થઈ રહેલી એક મજૂર પરિવારની એકવીસ વર્ષની યુવતીના ગળા પર છરીથી હુમલો કરી ગળુ કાપી હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે.અને આ હત્યાના બનાવથી બે ખેતર દૂર એમના જ ગામે રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી લઈ આત્મહત્યા કરી લેતાં મોડી રાતે નવો વળાંક આવ્યોે છે. પોલીસ સુત્રોના કથન મુજબ યુવતી અને યુવક મામા ફોઈના થાય છે.