35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતફેસબુક ફ્રેન્ડે ઘરે બોલાવી સાગરિતની મદદથી યુવકને બંધક બનાવ્યો : માર મારી...

ફેસબુક ફ્રેન્ડે ઘરે બોલાવી સાગરિતની મદદથી યુવકને બંધક બનાવ્યો : માર મારી રૂા..95,600 લૂંટી લીધા | A Facebook friend called a young man hostage at his house and robbed him of Rs 95 600



– સોશિયલ મીડિયાના સતત વધતાં ઉપયોગની સાથે ઠગાઈનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો 

– આખલોલ જકાતનાકા રહેતાં યુવકના ઘરે ગયેલાં કર્મકાંડી યુવક પર બે શખસ છરી, ધોકા વડે તૂટી પડયા ઃ ખિસ્સામાંથી રોકડા રૂા.૬૦૦ લૂંટી ગુગલ પેથી રૂા.૯૫ ટ્રાન્સફર કરી યુવકને બંધક હાલતે છોડી બન્ને ફરાર

– સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવનારા માટે લાલબતી

ભાવનગર: આજના સમયમાં સોશિયલ મીડિયાના સતત વધી રહેલાં ઉપયોગની સાથે ડિજિટલ છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓ પણ ચિંતાજનક હદે વધ્યા છે.શહેરમાં જ બનેલાં આવા જ એક બનાવમાં ફેસબુકથી ફ્રેન્ડ બનેલાં શખસે શહેરના ગાયત્રીનગરમાં રહેતાં અને કર્મકાંડ કરતાં વિપ્ર યુવકને પોતાના ઘરે બોલાવી અન્ય એક શખસની મદદથી દોરી વડે બાંધી બંધક બનાવી માર માર્યો હતો. જયારે, યુવકના ખિસ્સામાં રહેલાં રોકડ અને મોબાઈલ ઝૂંટવી, યુવકના મોબાઈલમાંથી ગુગલ પે મારફત રૂા. ૯૫ હજાર ટ્રાન્સફર કરી લૂંટ ચલાવી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. જો કે, બંધક યુવકે બૂમાબૂમ કરતાં આખરે એક બાળકે આવી તેમને બંધનમુક્ત કર્યા હતા. 

ફિલ્મી સ્ટોરી સમાન બનેલાં અને શહેરભરમાં ચકચાર મચાવનાર બનાવની સિલસિલાબધ્ધ વિગતો એવી છે કે, શહેરના ગાયત્રીનગર શિવશક્તિ સોસાયટીમાં રહેતાં અને કર્મકાંડ કરતાં તથા હાલ શહેરના ભગાતળાવ સ્થિત ધનેશ્વર હનુમાનજી મંદિરના પૂજારી તરીકે સેવા આપતાં રજનીકાંત તરૂણભાઈ જાની(ઉ.વ.૪૫) નિત્યક્રમ અનુંસાર ગત તા.૧૫ને મંગળવારે રાત્રિના આઠેક કલાકે મંદિરે સેવાપૂજામાં હતા. તેવામાં ફેસબુક ફ્રેન્ડ બનેલાં અને શહેરના આખલોલ જકાતનાકા નજીક રહેતાં ઈશ્વર ઉર્ફે કાળુ બાબુભાઈ ગોરાવાએ ફોન કરી ઘરે મળવા બોલાવ્યા હતા. જેના પગલે વિપ્ર યુવક રાત્રિના નવ કલાકે તેમના ઘરે ગયા હતા. જયાં બન્ને જાણે કે યુવક પર હુમલાની પૂર્વ તૈયારી કરી હોય ઈશ્વર ઉર્ફે કાળું અને તેની સાથે રહેલો તેનોે મિત્ર હાથમાં છરી અને ધોકો લઈને ઉભા હતા.યુવક ઘરમાં આવ્યા કે તુરંત બન્નેએ તેમના પર હુમલો કરી પ્લાસ્ટિકની દોરી વડે બાંધી બંધક બનાવી લીધા હતા. અને તેના ખિસ્સામાં રહેલાં રોકડા રૂા.૬૦૦ લૂંટી લીધા હતા. જો કે, આ સમયે હુમલાખોર ઈશ્વર વચ્ચે ઝપાઝપી થતાં યુવકનેે જમણાં હાથના પોચા પર છરીનો ઘા લાગી જતાં ઈજા થઈ હતી. બીજી તરફ, ઈશ્વરના મિત્રએ તેમને લોકડાના ધોકા વડે માર મારી મુંઢ ઈજોએ પોહંચાડી હતી. અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અને તેમાં ગુગલ પેથી યુવકના ખાતામાંથી રૂા.૯૫ હજારની બેલેન્સ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.જયારે આ મામલે ે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને બંધક હાલતમાં છોડીને બન્ને ઠગબાજ હુમલાખોર નાસી છૂય્યા હતા. જો કે, બંધક યુવકે બૂમાબૂમ કરતાં નજીકમાંથી એક બાર વર્ષનો અજાણ્યો બાળક ત્યાં આવ્યો હતો અને તેમને બંધનમુક્ત કર્યા હતા. બનાવ અંગે રજનીકાંત જાનીની કેફિયતના આધારે બોરતળાવ પોલીસે ઈશ્વર ઉર્ફે કાળુ બાબુભાઈ ગોરવા તથા તેની સાથેના મિત્ર વિરૂદ્ધ લૂંટ સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધ બન્નેને શોધી કાઠવા ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ, ફેસબુકથી બનેલાં મિત્રે વિશ્વાસ કેળવી આચરલો ગુન્હો સમાજમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવનારા માટે લાલબતી સમાન બન્યો છે. 

યુવક ઠગબાજના ઘરે કેમ ગયો હતો. પોલીસ માટે કોયડો 

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં વિપ્ર યુવક રજનીકાંત જાનીએ ફેસબુકથી બનેલાં ફ્રેન્ડ ઈશ્વરના ઘરે ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસ ફરિયાદમાં વિપ્ર યુવકે મિત્રના ઘરે જવાનું સચોટ કારણ જણાવ્યું ન હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પરંતુ, ફરિયાદી ફેસબુકથી ફ્રેન્ડ બનેલાં મિત્રના ઘરે કયાં કારણથી ગયા હતા. તે દિશામાં પણ તાપસનો દૌર આગલ વધાર્યો હોવાનું જાણવા મળેલ છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય