વડોદરા,સમા કેનાલ રોડ પર રોંગ સાઇડ બાઇક લઇને આવતા યુવક પર ડમ્પરના તોતિંગ પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. જે અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમા કેનાલ રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સમા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઓનેસ્ટ ત્રણ રસ્તાથી કેનાલ રોડ પર નિલકંઠ સોેસાયટીની સામે રોડ પર અકસ્માત થયો હતો. પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક વિગતો એવી મળી છે કે, બાઇક ચાલક રોંગ સાઇડ આવતો હતો. તે સમયે ડમ્પરની ટક્કર વાગતા તે રોડ પર ફંગોળાયો હતો.