20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરરાયપુર પાસે મેડિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો પલટી જતા ક્લીનરનું મોત | A...

રાયપુર પાસે મેડિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો પલટી જતા ક્લીનરનું મોત | A cleaner died when a tempo full of medical waste overturned near Raipur



ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર

દહેગામમાંથી મેડિકલ વેસ્ટ ભરીને બાવળા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના : ડભોડા પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર ગઈકાલે સાંજના
સમયે મેડિકલ વેસ્ટ ભરીને જઈ રહેલો ટેમ્પો રાયપુર નજીક પલટી ગયો હતો. જેના કારણે
તેમાં સવાર ડ્રાઇવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી. જોકે ક્લીનરનું ગંભીર ઇજાઓને
કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. જે સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધતી જતી અકસ્માતની
ઘટના વચ્ચે દહેગામ નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં ટેમ્પોના ક્લીનરનું મોત થયું
છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ઇસનપુર ખાતે
રહેતા અને ઇવેસ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા જીગ્નેશભાઈ ઘનશ્યામભાઈ પટેલે ફરિયાદ
નોંધાવી હતી કે
, તેમની આ
કંપનીમાં ૨૦ જેટલા વાહન છે અને ગઈકાલે તેમનો ટેમ્પો દહેગામ ખાતે અલગ અલગ
દવાખાનાઓમાંથી મેડિકલ વેસ્ટ ભરવા માટે ગયો હતો. જેમાં વાસણા ખાતે રહેતા ડ્રાઇવર
સુનિલભાઈ કુરતે અને ક્લીનર નરેશભાઈ મણીલાલ પરમાર સવાર હતા. દહેગામમાંથી મેડિકલ
વેસ્ટ ભરીને તેઓ બાવળા કંપની ખાતે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દહેગામ નરોડા
હાઇવે ઉપર રાયપુર પાસે ટેમ્પો ચાલક સુનિલભાઈએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી
ગયો હતો અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં નરેશભાઈને માથામાં ઇજાઓ થતા
તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી
આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ ડ્રાઇવરને સારવાર માટે ખસેડવામાં આવ્યા
હતા. હાલ ડભોડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય