સ્પામાં દેહ વ્યાપાર કરતી ૩ પરપ્રાંતીય મહિલાઓને મુક્ત કારવાઈ
ગાંધીધામ: પચરંગી સંકુલ ગાંધીધામમાં ફરી એક વાર સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું છે. શહેરની કચ્છ કલા બિલ્ડીંગના પહેલા માળે આવેલ ધ કેપીટલ થાઈ સ્પામાં સ્થાનિક પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં દેહવ્યાપાર કરતી પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરાઈ છે.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ દરોડો પાડયો હતો.