32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટRajkotમાં નામાંકિત બિલ્ડરના ત્યાં ITની તપાસમાં ભાજપના નેતાનું નામ સામે આવ્યું

Rajkotમાં નામાંકિત બિલ્ડરના ત્યાં ITની તપાસમાં ભાજપના નેતાનું નામ સામે આવ્યું


રાજકોટમાં નામાંકિત બિલ્ડરના ત્યાં તપાસ શરૂ થઇ છે. જેમાં બિલ્ડર લાડાણીના બેનામની વ્યવહારો મળી આવ્યા છે. તેમાં 700 કરોડના બેનામી વ્યવહારો આઈકર વિભાગને મળ્યા છે. આઈકર વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાજપના નેતાએ 10 કરોડનું રોકાણ કર્યું હોવાનું ખૂલ્યું છે.

બિલ્ડરે ડ્રાઇવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું

10 કરોડનું રોકાણ રોકડમાં બે વાર કર્યુ હોવાનું ખૂલ્યું છે. જેમાં બિલ્ડરે ડ્રાઇવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું છે. છ મહિના પહેલા ઝૂંપડપટ્ટીઓમાં તપાસ કરી હતી. તેમાં ઝૂંપડપટ્ટી, ઓરડીમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તેમાં રાજકોટના નામાંકિત બિલ્ડર લાડાણીના બેનામની વ્યવહારો મળી આવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 700 કરોડના બેનામી વ્યવહારો આઇટી વિભાગને હાથ લાગ્યા છે. આઇટી વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે તેમાં ભાજપના નેતાએ પણ 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત સામે આવી છે.

ભાજપના નેતા દ્વારા 10 કરોડ રોકડમાં બે વાર કર્યા હોવાનું સામે આવ્યું

ભાજપના નેતા દ્વારા 10 કરોડ રોકડમાં બે વાર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં લાડાણી બિલ્ડર દ્વારા પોતાના ડ્રાઇવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું હતુ. તેમાં છ મહિના પહેલા આઈટી વિભાગ દ્વારા ઝૂંપડપટ્ટી અને ઓરડીમાંથી દસ્તાવેજો કબજે કર્યા હતા. તેમાં હવે તપાસ કરતા ખુલાસા થયા છે. ત્યારે વધુ તાપસ કરવામાં આવે તો અન્ય મોટા માથાના નામ સામે આવી શકે છે. તેમજ બેનામી મિલકતો સામે આવી શકે છે. તથા શહેરના અન્ય મોટા બિલ્ડરો સહિત નાના વેપારીઓમાં પણ આઇટીની તપાસથી ફફડાટ ફેલાઇ ગયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય