સુરતમાં રૂંવાડા ઊભા કરે તેવી ઘટના બની છે જેમાં રૂમમાં બંધ 24 વર્ષીય બીમાર પુત્રી આગમાં ભડથું થતા મોતને ભેટી છે,માનસિક બીમાર માતા આગળના રૂમમાં હતી અને પુત્રી અંદરના રૂમમાં હતી અન્ય રૂમમાં અચાનક શોર્ટ સર્કીટથી આગ લાગતા પુત્રીનુ મોત થયું છે,ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે.
અન્ય રૂમમાં પુત્રીને પુરીને પિતા જતો હતો નોકરી
મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો પિતા તેની પુત્રીને અન્ય રૂમમાં મૂકીને નોકરી કરવા જતો હતો અને માતા અલગ રૂમમાં રહેતી હતી પુત્રી થોડી માનસિક બીમાર હોવાથી તેને અન્ય રૂમમા રાખવામાં આવતી હતી તો આગ લાગતાની સાથે પુત્રી બહાર નીકળી ના શકી અને તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.આસપાસના લોકોએ પણ માતાને તાળું તોડીને બચાવી હતી,શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
પાંડેસરા પોલીસે હાથધરી તપાસ
આસપાસના લોકોએ માતાને તાળું તોડી બચાવી લીધી હતી અને થોડી વાર સ્થાનિકોએ જાતે પાણીનો મારો ચલાવ્યો હતો,ઘટનાને લઇ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથધરી છે,આગને કાબુમાં લીધા બાદ મૃતદેહને બહાર કાઢયો હતો અને આસપાસના અને માતા-પિતાના નિવેદન નોંધ્યા હતા,મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,ત્યારે આ ઘટનાને લઈ પોલીસ પણ સતર્ક બની છે,પોલીસને શંકા છે કે ઘરમાં આગ લગાડવામાં આવી છે.
અચાનક આગથી દોડધામ મચી
આગ લાગતાની સાથે ઘરમાં દોડધામ મચી હતી કેમકે પિતા નોકરી ગયા તે સમય દરમિયાન બહારથી લોક મારીને માતા અને પુત્રી અંદર રહેતા હતા બીજી તરફ ચાવી ના હોવાથી અને ઘરમાં આગ લાગી હોવાથી લોકોમાં દોડધામ મચી હતી સાથે સાથે લોકોએ લોક તોડીને માતાને બહાર કાઢી હતી,મહત્વનું છે કે ફાયર વિભાગ દ્રારા આગને કાબુમાં લેવાઈ હતી પરંતુ પોલીસ દ્રારા આ બાબતને લઈ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.