Cholesterol Level Symptoms: કોલેસ્ટ્રોલ એક એવી સમસ્યા છે જે વધવાથી વ્યક્તિ અનેક ગંભીર બીમારીની લપેટમાં આવી શકે છે. તે એક એવું ફેટ છે જે શરીરના દરેક કોષમાં જોવા મળે છે. તે હોર્મોન્સ, વિટામિન ડી અને પાચનમાં મદદ કરતા પદાર્થોના નિર્માણ માટે જરૂરી છે. આમ તો શરીર તેને ખુદ બનાવે છે, પરંતુ તે ખોરાકમાંથી પણ મળે છે. બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક ખરાબ અને બીજું સારું. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં એકઠા થઈને પ્લાક બનાવી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે.