જેમને ચોકલેટ ઓછી મીઠી ગમે છે તેમના માટે ડાર્ક ચોકલેટ એક સારો વિકલ્પ છે. સ્વાસ્થ્યન માટે તેને ખાવાના ઘણા ફાયદા છે. મર્યાદિત માત્રામાં તેને ખાવાનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ચોકલેટમાં કેટલાક ગુણધર્મો છે જે મગજના કાર્યમાં સુધારો કરે છે, તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
શું તમે જાણો છો કે ડાર્ક ચોકલેટ ખાવાથી તમારી સ્કિનનું સ્વાસ્થ્ય પણ બદલાઈ શકે છે? ડાર્ક ચોકલેટમાં પોષક તત્વો હોય છે જે તમારી સ્કિનને અંદરથી પોષણ આપવામાં અને તેને કુદરતી ચમક આપવામાં મદદ કરે છે.
ડાર્ક ચોકલેટ સ્કિનને રાખે હાઇડ્રેટ
જોકે તેની કોઈ સીધી અસર નથી, તેમાં હાજર કેટલાક સંયોજનો હાઇડ્રેશનમાં મદદ કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મુજબ, ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે સ્કિનમાં બ્લડ સર્લક્યુલેશનને સુધારે છે, અને સ્કિનને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
ડાર્ક ચોકલેટમાં હાજર ફ્લેવોનોઇડ્સ કોલેજનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે. કોલેજન એક પ્રોટીન છે જે સ્કિનન સ્ટ્રક્ચર્સને સોફ્ટ બનાવે છે. તે કોલેજન ઉત્પાદનને વધારીને તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. ફ્લેવોનોઈડથી ભરપૂર ચોકલેટ સ્કિનને યુવી કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે. ફ્લેવોનોઈડ્સની સાથે ડાર્ક ચોકલેટ એન્ટીઑકિસડન્ટોથી પણ ભરપૂર હોય છે, જે તેના સ્કિન સ્વાસ્થ્ય લાભોને વધારે છે. ડાર્ક ચોકલેટનું નિયમિત સેવન સનબર્ન યુવી કિરણોથી થતા નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે.
ડાર્ક ચોકલેટના અન્ય ફાયદા
- ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશર ઘટાડવા, LDL કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા, HDL કોલેસ્ટ્રોલનું સ્તર વધારવા અને બ્લડ સર્લક્યુલેશનને સુધારવા મદદ કરે છે.
- ડાર્ક ચોકલેટમાં કેલરી વધુ હોય છે પરંતુ તેમાં ફાઇબર પણ વધુ હોય છે. જો કોઈ તેનું સેવન કરે છે, તો ફાઇબરને કારણે, તેને ભૂખ ઓછી લાગે છે જેના લીધે તમે કંઈ આડુ-અવળું ખાઈ નથી શકતા.
- ડાર્ક ચોકલેટમાં રહેલા ફ્લેવોનોઈડ્સ મગજના બ્લડ સર્લક્યુલેશનને સુધારે છે, જે યાદશક્તિ, ફોકસ વધારવામાં મદદ કરે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.