25 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, જુલાઇ 6, 2025
25 C
Surat
રવિવાર, જુલાઇ 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: આ 5 લક્ષણો Heart Attack ના પણ હોય, પણ છુપાયેલા Cardiac...

Health: આ 5 લક્ષણો Heart Attack ના પણ હોય, પણ છુપાયેલા Cardiac arrestના સંકેત હોઈ શકે છે!


સામાન્ય રીતે લોકો હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટને એક બીમારી સમજી લે છે પરંતુ બંનેની સિચ્યુએશન અલગ-અલગ હોય છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હાર્ટ સુધી લોહી ના પહોંચી શકે. તેમજ કાર્ડિયાક અરેસ્ટ  ત્યારે આવે છે જ્યારે હાર્ટ અચાનક જ કામ કરતું બંધ થઈ જાય. આવી પરિસ્થિતિઓમાં થોડી જ મિનિટોમાં માણસનું મોત પણ થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટનું જોખમ ત્યારે વધી જાય છે જ્યારે તેના લક્ષણો સમયસર જાણીને તેની સારવાર ના કરાવવામાં આવે. તેમજ કાર્ડિયાક અરેસ્ટ  ગમે તે ઉંમરે થઈ શકે છે. ખાસકરીને જે લોકોને ફેમિલી બેકગ્રાઉન્ડમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટની બીમારી પહેલેથી થઈ હોય. જો તમે પણ આવા કોઈ લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો તરત જ ડોક્ટર પાસે જઈને ECG, Echoના ટેસ્ટ કરાવા જરૂરી છે.

Cardiac arrestના લક્ષણો હંમેશા અચાનક અને ઝડપી હોતા નથી. ઘણીવાર શરીર પહેલાથી સંકેતો આપવવાના ચાલુ કરી દે છે. સમય રહેતા તેના પર ધ્યાન આપવું જરૂરી છે. તેમજ વહેલીતકે તેની સારવાર કરવાથી Cardiac arrestથી બચી પણ શકાય છે.

Cardiac arrestના લક્ષણો

વારંવાર ચક્કર આવવા

જો તમને કોઈ કારણો વગર ચક્કર આવે છે અથવા અચાનક બેભાન થઈ જાઓ છો તો આ કોઈ સામન્ય નબળાઈ નથી. આ હાર્ટની ઈલેક્ટ્રિક પ્રણાલી બગડવાનો સંકેત છે જેનાથી Cardiac arrestનું જોખમ વધી શકે છે.

છાતીમાં દબાણ 

છાતીમાં તીવ્ર દુખાવો ન હોય તો પણ, થોડો દબાણ કે બળતરા, ખાસ કરીને જ્યારે તે વારંવાર થતી હોય, તેને હળવાશથી લેવી ખતરનાક બની શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં, કાર્ડિયાક અરેસ્ટ પહેલા આ એક સંકેત હોઈ શકે છે.

ઝડપી અથવા અનિયમિત ધબકારા

જો હાર્ટના ધબકારા વારંવાર ઝડપી, અસમાન અથવા વિચિત્ર લાગે, તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. ક્યારેક હાર્ટના ધબકારા બેકાબૂ બની જાય છે જે કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી શકે છે.

ગભરાટ, પરસેવો અને માથાનો દુખાવો

ગભરાટ અનુભવવો, કારણ વગર વધુ પડતો પરસેવો થવો અને માથામાં હલકું લાગવું એ પણ ગંભીર લક્ષણો હોઈ શકે છે. આ બધા શરીરમાં ઓક્સિજનની ઉણપ અને બ્લડ સર્ક્યુલેશન સમસ્યાને કારણે હોઈ શકે છે.

હાર્ટ એટેક કેવી રીતે અટકાવવો? 

હાર્ટના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી, સમયસર સતર્ક રહેવું એ સૌથી મોટું રક્ષણ છે. ખરાબ લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, ખોટી ખાવાની આદતો અને કસરતનો અભાવ આના મુખ્ય કારણો છે. સારી વાત એ છે કે કેટલીક મહત્વપૂર્ણ આદતો અપનાવીને હાર્ટએટેકનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. જાણો  હાર્ટએટેકથી બચવાના સરળ અને અસરકારક રસ્તાઓ.

  • સ્વસ્થ આહાર અપનાવો
  • નિયમિત કસરત કરો
  • તમારા વજનને નિયંત્રણમાં રાખો
  • ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું
  • સ્ટ્રેસ ઓછો લેવો
  • તમારા બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો

હાર્ટ એટેક અચાનક આવતો નથી, તે ધીમે ધીમે વિકસે છે. જો સમયસર લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવામાં આવે તો તેને સરળતાથી ટાળી શકાય છે. તમારા સ્વાસ્થ્યને મહત્વ આપો, નાના પગલાં લો અને લાંબા જીવન માટે તમારા હાર્ટ સ્વસ્થ રાખો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય