લીવર માણસના શરીર માટે સૌથી જરૂરી અંગ છે. શરીરમાં ટોક્સિંસ, વેસ્ટ મટીરિયલને બહાર નીકાળે છે અને લોહીને સાફ કરવામાં મદદ કરે છે. તેમજ પોષક તત્વો અને દવાઓને પ્રોસેસ્ડ કરવામાં મદદ કરે છે જેનાથી શરીરને તાકાત મળે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે લીવરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. પોતાની લાઈફસ્ટાઈલમાં ખાવાપીવાનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી પોતાને લીવરની બીમારીથી બચાવી શકો. અહીં તમને એવા 4 ફેક્ટર્સ વિશે જણાવી રહ્યા છે જે લીવરને હેલ્ધી રાખવવામાં મદદ કરે છે.
વધારે માત્રામાં દારૂનું સેવન ના કરો
દારૂ લીવર માટે ખૂબ જ ખરાબ હોય છે, તેનું સેવન છોડી દેવું જ સારું રહેશે. કોઈપણ વ્યકિતએ રોજ આ ડ્રિંક ના કરવું જોઈએ. તે લીવરને અંદરથી ખોખલું બનાવી દે છે જેનાથી લીવરમાં સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
વજન વધારવાથી બચો
સંતુલિત ભોજન અને પૂરતૂ પાણી પીવું જોઈએ તેમજ નિયમિત વ્યાયામ કરવાથી તમારા શરીરના ઈન્ડેક્સ કંટ્રોલમાં રહે છે. નોન-અલ્કોહોલિક ફોટી લીવર રોગ થવાનું જોખમ ઓછું થઈ શકે છે.
વાયરલ ડિસીસથી બચો
વાયરલ હેપેટાઈટિસ રિસ્કથી બચવા માટે ડ્રગ્સનું સેવન ટાળો. તે સિવાય વાયરલ હેપેટાઈટિસની બીમારી શરીરમાં સોજાને વધારે છે અને લીવરે નબળું બનાવી દે છે.
રિસ્ક ફેક્ટર્સથી બચો
જો તમે બોડી કે લીવરમાં કોઈપણ રીતની આવી સમસ્યાનો અનુભવ થાય છે તો સ્કેનિંગ કરાવવું જરૂરી છે કારણ કે ક્રોનિક લીવર ડીસીસના લક્ષણો જલ્દીથી દેખાતા નથી. તેમજ ઘણી વાર તો તેના લક્ષણો વર્ષો સુધી પણ દેખાતા નથી એટલે સચેત રહેવું જરૂરી છે. તમે પહેલા જ તમારા રિક્સ ફેક્ટર્સની તપાસ કરાવી દો છો તો તમને ભવિષ્યમાં તકલીફ થતી નથી.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.