Refrigerator: ફ્રિજનું મૂલ્ય ગરમીમાં સમજાય છે. જેમ-જેમ મે અને જૂન મહિનો નજીક આવે છે તેમ-તેમ ફ્રિજનું કામ પણ વધી જાય છે. ઘરમાં વધેલો ખોરાક, લીલા શાકભાજી, ફળો, ઠંડુ પાણી, આઇસ્ક્રીમ વગેરે જેવી વસ્તુઓ ઉનાળામાં માત્ર ફ્રિજના ભરોસે જ ટકી રહે છે.
જો તમારું ફ્રિજ દર 5-10 મિનિટે ખૂલે છે, તો તેનાથી ફ્રિજ યોગ્ય રીતે કૂલિંગ નહીં કરી શકે અને બહારથી ગરમ હવા અંદર જશે. આવી સ્થિતિમાં કોમ્પ્રેસરને વધુ ઊર્જાની જરૂર પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધુ થાય છે અને તમારું વીજળીનું બિલ વધતું રહે છે.