29.8 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
29.8 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth : સ્વસ્થ રહેવા આ અનાજ પલાળીને ખાશો તો મળશે ભરપૂર લાભ

Health : સ્વસ્થ રહેવા આ અનાજ પલાળીને ખાશો તો મળશે ભરપૂર લાભ


મહિલાઓ પોતાના પરિવારના સભ્યોનું આરોગ્ય સ્વસ્થ રાખવા તેમની જરૂરિયાત મુજબ ભોજન બનાવે છે. સ્વસ્થ રહેવા પૌષ્ટિક આહારનું સેવન જરૂરી છે. પરંતુ આ પૌષ્ટિક આહાર કયા હોય છે અને તેમાં કેવા પ્રકારની કાળજી લઈને તેને લઈને કેટલીક બાબતોથી અજાણ હોય છે. પહેલાના સમયમાં ઘરના દાદી અને માતાઓ તેમના અનુભવ પ્રમાણે ખોરાક બનાવવાની અને ઘરમાં રાખવામાં આવતા અનાજની કેવી રીતે સાચવણી કરેવી તેના સૂચન કરતા હતા. આજે મહિલાઓ વધુ જાગૃત બની છે અને વિવિધ માધ્યમો થકી હેલ્થને લઈને માહિતી મેળવે છે. 

પોષક તત્વોથી ભરપૂર આ અનાજ

આજના લેખમાં તમને જણાવીશું કે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા કયા અનાજને પલાળીને ખાવા તેની માહિતી આપીશું. કારણ કે કેટલીક વસ્તુઓને પલાળીને ખાવાથી તેના પોષક તત્વો શરીર માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.આ વસ્તુઓને પલાળીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો યોગ્ય રીતે શોષાય છે.

બદામ :  બદામ, અખરોટ, ચિયા બીજ અને શણના બીજમાં ફાયટીક એસિડ હોય છે જે આયર્ન, ઝીંક, કેલ્શિયમ જેવા ખનિજોના શોષણને અટકાવી શકે છે. પલાળવાથી ફાયટીક એસિડનું સ્તર ઘટે છે.

કાચા શાકભાજી :  બ્રોકોલી, કોબી અને ફૂલકોબી જેવા કાચા શાકભાજીમાં ઘણા સંયોજનો હોય છે.  આ કાચા શાકભાજીમાં આયોડિનના શોષણમાં દખલ કરી શકે છે, જે થાઇરોઇડમાં સમસ્યા પેદા કરી શકે છે. પલાળવાથી આ બધા સંયોજનોની અસર ઓછી થાય છે અને આ શાકભાજીની કડવાશ પણ દૂર થાય છે.

કઠોળ : ચણા, રાજમા, પ્રોટીન, ફાઇબર અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બધી વસ્તુઓમાં લેક્ટીન અને ફાયટીક એસિડ હોય છે, જે પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે અને પોષક તત્વોના શોષણમાં પણ સમસ્યા પેદા કરી શકે છે. પલાળવાથી આનું યોગ્ય શોષણ થાય છે અને તમારે પાચન સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય