29.4 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
29.4 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યWorld Yoga Day 2025: યોગ અભ્યાસ પહેલા અને પછી શું ખાવું, જાણો.

World Yoga Day 2025: યોગ અભ્યાસ પહેલા અને પછી શું ખાવું, જાણો.


ભારતની પ્રાચીન યોગપદ્ધતિનો આજે દુનિયામાં પણ લોકોએ સ્વીકાર કર્યો છે. આજે લોકો પોતાની દિનચર્યામાં યોગને સામેલ કરવા લાગ્યા છે. યોગ કરવાથી બીમારી મટતી નથી તેવી ભ્રામક માન્યતા પણ દૂર થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વ યોગ દિવસને મંજૂરી મળતા દર વર્ષે દુનિયાભરમાં 21 જૂનના રોજ વર્લ્ડ યોગ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

યોગ કરવાથી થાય છે અનેક લાભ

યોગ કરવાથી ગંભીર બીમારીના દર્દીઓને પણ લાભ થયો છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ યોગના જુદા-જુદા આસનો કરે છે. લોકોએ યોગ અભ્યાસ શરૂ તો કર્યો પરંતુ યોગ પહેલા શું ખાવું અને યોગ કર્યા પછી શું ખાવું તેને લઈને મૂંઝવણ અનુભવે છે. યોગ નિષ્ણાતે લોકોની આ મૂંઝવણ દૂર કરતા માહિતી આપી કે જો યોગાસન કરતા પહેલા લોકો આ આહારનું સેવન કરો તો વધુ સારું પરિણામ મળશે.

યોગ કરતા પહેલા આ વસ્તુનું સેવન

યોગ કરતા પહેલા તમે કેળા, સફરજન અથવા પપૈયા જેવા કોઈપણ ફળ ખાઈ શકો છો. આ ફળોમાં કુદરતી રીતે ગળપણ રહેલું હોવાથી તેનું સેવન શરીરમાં સુગર લેવલ નિયંત્રિત રાખશે. અને જો તમને આ ફળ ના પસંદ હોય તો તમે ડ્રાયફૂટનું સેવન કરી શકો છો. આ ડ્રાયફૂટનું સેવન કરવાથી શરીરમાં ખૂટતા પોષકતત્ત્વોને ઉર્જા મળશે જે તમને યોગક્રિયામાં પણ મદદરૂપ બનશે. સવારે પરિવારના કામોના કારણે તમે યોગાભ્યાસ કરવામાં સમય ના ફાળવી શકો અને ભૂખ લાગે તો થોડી માત્રામાં ઓટ્સનું સેવન કરી શકો છો. ઓટ્સમાં ફાઈબર હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાં થાક લાગશે નહી.

યોગાભ્યાસ પછી આ આહારનું કરો સેવન

યોગ કર્યા પછી અનેક લોકોને થાકનો અનુભવ થતો હોય છે. શરીરમાં સ્વસ્થતા મેળવવા તમે યોગના વિવિધ આસન કર્યા બાદ પાણીનું સેવન કરી શકો છો. અને 45થી 60 મિનિટ બાદ તમે બાફેલા ઈંડા, કઠોળ, સ્પ્રાઉટ્સ અથવા પ્રોટીન શેક જેવા આહારનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તમે ઉર્જા સ્તર જાળવી રાખવા બ્રાઉન રાઇસ અને ઓટમીલ જેવા અનાજ પણ ખાઈ શકો છો. શરીર વધુ સ્વસ્થ રાખવા માટે તમે સલાડનું સેવન કરી શકો છો.

હંમેશા ખાલી પેટે યોગ કરવાથી થશે લાભ

દિનચર્યામાં યોગની સાથે આ આહારને સામેલ કરશો તો થાક, નબળાઈ અને ઉર્જાના અભાવ જેવી સમસ્યાઓથી દૂર રહી શકશો. અને તમે પૂરા ઉત્સાહ યોગાસન કરશો અને તે કર્યા બાદ પૌષ્ટિક આહારનું સેવન કરવાથી તમે વધુ સ્ફૂર્તિથી કામ કરી શકશો. યોગ નિષ્ણાતના જણાવ્યા મુજબ હંમેશા ખાલી પેટે યોગના વિવિધ આસનો કરવા જોઈએ. પરંતુ વ્યસ્તતાના કારણે તમે સવારે ખાલી પેટે યોગના કરી શકો તો હળવો નાસ્તો કર્યાના 40 મિનિટ બાદ તમે યોગ કરી શકો છો. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય