સરદી લાગી જાય તો અદુવાળી ચા, પેટમાં દુખાવો થાય તો આદુના ટુકડા અને ખાંસી થાય તો પણ આદુ. આદુ ભારતના દરેક કિચનમાં જોવા મળે છે. આયુવેર્દમાં આદુને ઔષધિ માનવામાં આવે છે.
આદુ દેરક માટે ફાયદાકારક હોતું નથી અમુક લોકોના સ્વાસ્થ્યને આદુ નકસાન પણ કરી શકે છે. જાણો કે ક્યા લોકોને આદુનું સેવન ના કરવું જોઈએ.
પાચન વધારે ઝડપી હોય
- આદુ ખાવાથી પેટમાં એસિડિટી વધી શકે છે. જે લોકોને ગેસ અને બળતરાની સમસ્યા હોય તેમને આદુનું સેવન ના કરવું જોઈએ.
- પેટમાં બળતરા થતી હોય
- છાતીમાં દુખાવો થઈ શકે છે
જેની સ્કિન સેન્સિટિવ હોય
આદુથી ઘણા લોકોને એલર્જી હોય છે, એવામાં સ્કિન પર ખંજવાળ આવી, લાલ ચકામા થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. જો તમને પણ સ્કિન એલર્જીની સમસ્યા છે તો તમારે આદુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
પ્રેગનેન્સીના છેલ્લા મહિના ચાલી રહ્યા હોય
આદુ મોર્નિગ સિકનેસ માટે ફાયદાકારક હોય છે પરંતુ જેને પ્રેગનેન્સીના છેલ્લા ટ્રાઈમેસ્ટર હોય તેમને આદુનું અધિક માત્રામાં સેવન ના કરવું જોઈએ.
લો બ્લડ પ્રેશરના દર્દીઓને
આદુ બ્લડ પ્રેશરને ઓછું કરે છે જે હાઈ બીપીની સમસ્યાવાળા લોકો માટે ફાયદકારક છે પરંતુ જેને લે બીપીની સમસ્યા છે તેમને આદુનું સેવન ના કરવું જોઈએ. તેનાથી શરીર નબળું પડી શકે છે અને ચક્કર આવવા લાગે છે.
આદુ એક ચમત્કારી ઔષધિ છે પરંતુ તે દરેક માટે હોતી નથી. જેવી રીતે અલગ-અલગ દવાઓ અલગ-અલગ દર્દીઓ માટે હોય છે તેવી રીતે જ આદુ પણ અમુક લોકો માટે ફાયદેકારક હોય છે અને અમુક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.