સતૂ એક નેચરલ ડ્રિંક છે. જે રોસ્ટ ચણા હોય છે તેને પીસીને બનાવવામાં આવે છે. ગરમીમાં શરીરને ઠંડક મળે તે માટે બનાવામાં આવે છે. ગરમીમાં સતૂને સુપરફૂડ માનવામાં આવે છે. જેનીથી શરીરને ઘણા ફાયદા મળે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ જેવા ન્યૂટ્ર્રિશનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. એક ગ્લાસ સતૂ પીવાથી તમારા શરીરમાં રહેલી પ્રોટીનની ઉણપ ઓછી થઈ જાય છે.
સતૂ પ્રોટીનથી ભરપૂર હોય છે. જો એક ગ્લાસ સતૂ પીવાથી એટલે લગભગ 30 ગ્રામ સતૂ પાઉડરમાં 6-7 ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં જરૂરી અમીનો એસિડ હોય ચે જે તમારા પાચન સ્વાસ્થ્ય માટે સારું હોય છે. સતૂની તાસીર ઠંડી હોય છે તે ન્યૂટ્રિશનથી ભરપૂર હોય છે. ગરમીમાં આ શરીરને ઠંડક આપે છે અને પાચનને પણ સુધારે છે. તેનું સેવન કરવાતી કબજિયાતમાંથી પણ રાહત મળે છે.
સતૂ ડાયાબિટીસના દર્દીઓ માટે છે લાભદાયક
તેમજ તે સિવાય ગરમીમાં સતૂ પીવાથી ડિહાઈડ્રેશન દૂર થાય છે અને એનર્જી મળે છે. સતૂમાં ગ્લાઈસેમિક ઈંન્ડેક્સની માત્રા ઓછી હોય છે, એટલા માટે સતૂ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે સિવાય સતૂને મોંઘા પ્રોટીન સપ્લીમેન્ટસના બદલે સતૂનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તે ઘણું સસ્તું મળે છે. બધી જગ્યાએ આસાનીથી મળી શકે છે. તે વેજિટેરિયન અને વીગન ડાયટ કરતા લોકો માટે સારો સોર્સ છે.
સતૂ ડ્રિંક કેવી રીતે બનાવી?
સતૂ ચણા, જવ, બાજરીના લોટને પાસીને તેનો પાઉડર બનાવી શકો છો, અને તેને ડ્રિંકની રીતે તેનો ઉપયોગ કરી શકો છો. તેમજ તેના લાડવા પણ બનાવી શકો છો. એક ગ્લાસ સતૂમાં થોડું પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લેવું અને મીઠું, જીરું પાઉડર નાખી અને લીબુંનું રસ ભેળવી દેવો. પછી તે ડ્રિંકની મજા માણવી.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.