29.4 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
29.4 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: ઠંડુ ખાનારા સાવધાન, આ 4 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી

Health: ઠંડુ ખાનારા સાવધાન, આ 4 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી


સ્વાસ્થ્ય સારુ રાખવા માટે હેલ્ધી ખોરાક લેવો જોઇએ. ધ્યાનમાં રાખવુ જોઇએ કે તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલુ લાભદાયી છે. આર્યુર્વેદ કહે છે રાંધેલો ખોરાક ગરમ જ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારુ. કારણ કે ઠંડો ખોરાક લેવાથી શરીર બગડે છે. ત્યારે આવો જાણીએ કઇ ચીજ વસ્તુઓને ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઇએ. એવી ઘણી ચીજવસ્તુઓ છે જે આપણે દૈનિક જીવનમાં ખાઇએ છીએ. આ બધા ખોરાક વિશે આપણે જાણીએ કે એવા કયા 5 ખોરાક છે જે ઠંડા તો ક્યારેય ન ખાવા.

ઠંડા ભાત
ભારતીયો ભાત ખાવાના શોખીન છે. ભાત ચોક્કસપણે દરેક ઘરમાં લંચ અને ડિનર દરમિયાન બનાવવામાં આવે છે. પરંતુ સલાહ આપવામાં આવે છે કે ભાત ક્યારેય ઠંડા ન ખાવા જોઈએ. તેને હંમેશા ગરમ જ ખાવા જોઈએ કારણ કે જ્યારે ભાત ઠંડા થાય ત્યારે તેમાં બેક્ટેરિયા વધી જાય છે. જે ફૂડ પોઈઝનિંગનું જોખમ વધારી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે ઠંડા ભાત ખાંસી વધારી શકે છે.

ઠંડા બટાકા
ઠંડા બટાકા ખાવાથી અપચો અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે કારણ કે બટાકામાં સ્ટાર્ચ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, ઠંડા બટાકા ખાવાનું ટાળવું જોઈએ.

ઠંડા સૂપ 
સૂપનો ઉપયોગ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે થાય છે. જો સૂપ ગરમ પીવો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે સૂપ ઠંડુ પીવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

ઠંડા પિઝા 
ઠંડા પિઝાનો સ્વાદ સારો નથી હોતો, તે સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. એટલા માટે પીત્ઝા હંમેશા ગરમ જ ખાવા જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય