24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar: કોર્પોરેશન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ માટે બેદરકાર, સ્ટાફની મોટી ઘટ

Bhavnagar: કોર્પોરેશન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ માટે બેદરકાર, સ્ટાફની મોટી ઘટ


‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે’ તેવી પરિસ્થિતિ ભાવનગર ફાયર વિભાગની બની છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં ફાયર વિભાગની સુવિધા જ અંધકારમય બની છે, ફાયર વિભાગના અધિકારી પણ માની રહ્યા છે કે જો ફાયર વિભાગ પાસે પૂરતી સુવિધા હોય તો તેમને રેસ્ક્યુ કરવામાં સરળતા પડે, પરંતુ સવાલ એ વાતનો છે કે ભાવનગર ફાયર વિભાગ પાસે લાઈટની પણ સુવિધા નથી. જેના કારણે રાત્રિના સમયે ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી શકે.

સતત ઈમરજન્સી કોલ આવતા હોય છે: ફાયર અધિકારી

જોકે ફાયર અધિકારીનું કહેવું છે કે સતત કોલ આવતા હોય છે, સરકાર દ્વારા સુવિધા વાળી લાઈટનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ અન્ય ઈમરજન્સી સેવામાં ઉપયોગ થઈ શકે તેવી ઈક્વાયરમેન્ટના પણ સાધનો આવી જશે, પરંતુ હાલ તો ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની પરિસ્થિતિ ‘દીવા નીચે અંધારું’ જેવી થઈ છે, ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં કૂલ 3 ફાયર સ્ટેશન આવેલા છે, જે 24 કલાક કાર્યરત છે. જેમાં ભાવનગર પૂર્વ અને પશ્ચિમ ઝોનલ તેમજ નિર્મળનગર હેડક્વાર્ટર તે ઉપરાંત પ્રભુદાસ તળાવ ફાયર સ્ટેશન, જે રી ડેવલપમેન્ટ માટે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવનાર સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે.

ફાયર વિભાગમાં કુલ મહેકમ 248 સામે 107 કર્મચારીઓ ફરજ બજાવે છે

હાલ ભાવનગર ફાયર વિભાગમાં કુલ મહેકમ 248 સામે 107 કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આવનારા સમયમાં બાકી મહેકમ 110 જગ્યાને પૂર્ણ કરવા ભરતી પ્રક્રિયા ચાલુ છે. ત્યારે ભાવનગર ફાયર વિભાગ પાસે વાહનોના સેટઅપની વાત કરીએ તો 10 વાહન ઉપલબ્ધ છે તો 4 ફાયર ટેન્ડર, 1 મીની ટેન્ડર તેમજ 5 બાઉઝર સહિતના વાહનો કાર્યરત છે. આ ઉપરાંત ઇ.આર.વી (ઇમરજન્સી રેસ્ક્યુ વેહિકલ) જેની કિંમત 4.20 કરોડ જે આવનાર ઓકટોબર મહિનામાં ભાવનગરને ફાળવવામાં આવશે. તેમજ 60 મીટરનું ટી.ટી.એલ (ટેન્ટબલ લેડર) જેની અંદાજીત કિંમત 19 કરોડ ઓકટોબર મહિનામાં ભાવનગરને સરકારના શહેરી ગૃહ નિર્માણ દ્વારા ફાળવવામાં આવશે. તે ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા 1 ફોર્મ ટેન્ડર, 1 ક્યુ.આર.વી, 4 બાઉઝર તેમજ 3 મીની ફાઈટર તેમજ 1 મીની ઇ.આર.વી ખરીદી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1 ફાયરની ગાડી 24 કલાક સ્ટેન્ડબાય રાખવામાં આવે છે

ભાવનગર શહેરની વસ્તી પ્રમાણે હાલના સંજોગોમાં 5 જેટલા ફાયર સ્ટેશનો હોવા જોઈએ, તેની સામે માત્ર 1 ફાયર સ્ટેશન અને પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે 1 ફાયરની ગાડી 24 કલાક સ્ટેન્ડબાય રાખવામાં આવતી હોય છે. જો કે વિરોધપક્ષના નેતાનું કહેવું છે કે રાજકોટ અને અન્ય શહેરોમાં બનેલી આગની ઘટનામાં જાનહાનિ થઈ છે તેવી ઘટના ભાવનગરમાં બને તેની શાસકો રાહ જોઈ રહ્યા છે.

5 ફાયર સ્ટેશનની આવશ્યકતા સામે માત્ર 3 સ્ટેશન કાર્યરત

ભાવનગર શહેરમાં 5 ફાયર સ્ટેશનની સામે 1 માત્ર ફાયર સ્ટેશન અને 2 સબ ફાયર સ્ટેશન હોવાથી આગની ઘટનાઓ બને ત્યારે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરની મધ્યમાં એક માત્ર ફાયર સ્ટેશન હોવાથી શહેરમાં કોઈ જગ્યાએ આગનો બનાવ બને ત્યારે ફાયર ફાઈટરો પહોંચવામાં પણ વિલંબ થતો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરી જવાના પણ બનાવ બનતા હોય છે. ત્યારે હાલ શહેરમાં વસ્તીના આધારે 5 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેવી લોક માગ પણ ઉઠવા પામી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય