– ભાદ્રોડ ફીડરમાં દિવસ અને રાત્રે વીજ પ્રવાહની કાયમી સમસ્યા
– કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગણી
મહુવા : મહુવા પંથકમાં પીજીવીસીએલની ઘોરબેદરકારીને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મામલે વીજ અધિકારીને રજૂઆત કરી પ્રશ્નનો કાયમી નિવેડો લાવવા માંગણી ઉચ્ચારવામાં આવી છે.
મહુવા પીજીવીસીએલના ભાદ્રોડ ફીડરમાં વીજળીના કાયમી ધાંધિયા રહે છે.