Bhavnagar IT Raid : ભાવનગર શહેરના અગ્રણી બિલ્ડર્સ, સોના-ચાંદીના વેપારી, ફાઈનાન્સ પેઢીઓ અને તમાકુંના જથ્થાબંધ વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા ગત મંગળવારે વહેલી સવારે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. સતત ચાર દિવસ સુધી ચાલેલું સર્ચ ગત રાત્રે પૂર્ણ થયું છે. આ સર્ચ દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા અલગ-અલગ પેઢીઓમાંથી નોંધપાત્ર સંખ્યામાં ફાઈલો, સોનું-ચાંદી અને રોકડ જપ્ત કરી એક ગાડી ભરીને અમદાવાદ વડી કચેરીએ સામાન લઈ ગઈ હતી. જોક હજુ સુધી વિભાગ દ્વારા સત્તાવાર રીતે કંઈ પણ જણાવવામાં આવ્યું નથી.
ભાવનગર શહેરના અગ્રણી બિલ્ડર્સ, સોના-ચાંદીના ઘરેણાંના વેપારી, ફાઈનાન્સ પેઢીઓ અને તમાકુંના જથ્થા બંધ વેપારીઓને ત્યાં ગત મંગળવારે વહેલી સવારથી રાજ્યભરમાંથી આવેલી આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું.