– પ્રયાગરાજમાં ચાલી રહેલા મેઈન્ટેનન્સના કારણે કેટલીક ટ્રેનોને અસર
– શિવરાત્રિનું સ્નાન કરી પરત આવવા ઈચ્છુકો રઝળી પડશે : ભાવનગર મંડળની વેરાવળથી ઉપડતી બનાસર ટ્રેનને પણ સંપૂર્ણપણે રદ્દ કરી દેવાઈ
ભાવનગર : પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ચાલી રહેલા મેઈન્ટેનન્સના કારણે આગામી મંગળવારની ભાવનગર-આસનસોલ ટ્રેનને કેન્સલ કરી દેવામાં આવી છે. કુંભમેળો શરૂ થયાના ૪૦ દિવસમાં બીજી વખત આસનસોલ ટ્રેન રદ્દ કરવામાં આવતા કુંભમેળામાં સ્નાન કરવા જવા અને પ્રયાગરાજથી સ્નાન કરી પરત આવવા ઈચ્છુકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ચાલી રહેલા રિપેરીંગ કામના કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે.